સ્પોર્ટસ

આ ટેસ્ટ સ્પેશિયાલિસ્ટે ટીમ ઇન્ડિયામાં પાછા આવવાની આશા હજી છોડી નથી…

નવી દિલ્હીઃ ભારતના ટેસ્ટ-સ્પેશિયાલિસ્ટ બૅટ્સમૅન ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara)એ ટેસ્ટની ટીમ ઇન્ડિયામાં કમબૅક (comeback) કરવાની આશા હજી છોડી નથી અને હવે જ્યારે રોહિત શર્મા તથા વિરાટ કોહલી જેવા બે દિગ્ગજો ટેસ્ટમાંથી નિવૃત્ત થઈ ગયા છે ત્યારે પુજારાને આશા છે કે તેને ક્યારેક તો પાછો બોલાવવામાં આવશે જ.

37 વર્ષના ભરોસાપાત્ર બૅટ્સમૅન અને એક સમયે રાહુલ દ્રવિડ જેવા ધ વૉલ’ ગણાતા પુજારાનું ટીમ (team india)માં કમબૅક કરવાનું સપનું છે, પણ તેની કરીઅરે કઈ દિશા લીધી છે એનો તેને ખેદ પણ નથી. પુજારા લગભગ બે વર્ષથી ભારતીય ટીમમાં નથી. તેણે એક જાણીતી ચૅનલ દ્વારા આયોજિત ઑનલાઇન ચર્ચા દરમ્યાન પીટીઆઇના પત્રકારના સવાલના જવાબમાં કહ્યું હતું કે ભારત વતી ફરી રમવાની તક મળશે તો એ હું સ્વીકારી લઈશ. મને કોઈ વાંધો નથી.

FP

હા, એટલું ખરું કે હું વર્તમાનમાં જ જીવનારી વ્યક્તિ છું. મને જો ભારત વતી ફરી રમવાનો મોકો મળે તો એનાથી સારું બીજું શું કહેવાય. જોકે ત્યાં સુધી હું અત્યારે ક્રિકેટ કરીઅરમાં જે કંઈ કરું છું એમાં આનંદ અનુભવું છું. અત્યાર સુધીની મારી કારકિર્દી ખૂબ જ સારી રહી છે. મને કોઈ પણ પ્રકારનો રંજ નથી.’

પુજારા 103 ટેસ્ટ રમ્યો છે જેમાં તેણે 43.60ની સરેરાશે 7,195 રન કર્યા છે. તેણે કહ્યું હતું કે હું હજી પણ ક્રિકેટ એન્જૉય કરું છું. હજીયે પ્રૅક્ટિસ કરી લેતો હોઉં છું અને ફિટનેસની બાબતમાં પણ ખૂબ કાળજી રાખું છું.’ પુજારાએ પીટીઆઇને એવું પણ કહ્યું હતું કેહવે પછી જે પણ બનશે એના પર મારો કોઈ કાબૂ નહીં હોય. હા, મારાથી થઈ શકે એટલું હું મારી અંકુશમાં રાખવાની કોશિશ કરતો હોઉં છું પછી ભલે ડોમેસ્ટિક ક્રિકેટ હોય, ક્લબ ક્રિકેટ હોય કે કાઉન્ટી ક્રિકેટ.’

આપણ વાંચો : `ધ ડાયરી ઑફ અ ક્રિકેટર્સ વાઇફ’: પત્ની પૂજાએ લખેલું પુસ્તક પુજારાએ લૉન્ચ કર્યું…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button