સ્પોર્ટસ

ચેસ ઑલિમ્પિયાડમાં ભારતે પહેલા ત્રણેય મુકાબલા જીતી લીધા, જાણો કોને કેટલાથી હરાવ્યું…

બુડાપેસ્ટ: હંગેરીના બુડાપેસ્ટમાં ચાલી શરૂ થયેલી 45મી ચેસ ઑલિમ્પિયાડ નામની મોટી સ્પર્ધામાં ભારતે પહેલા ત્રણેય મુકાબલા જીતી લીધા છે.

પહેલાં તો ભારતની મહિલા ટીમે ચેક રિપબ્લિકને 3.5-0.5થી હરાવ્યું હતું. તાનિયા સચદેવનો માર્ટિના કૉરેનોવા સામેનો મુકાબલો ડ્રૉ થયા બાદ દિવ્યા દેશમુખ અને વંતિકા અગ્રવાલે જીતીને સરસાઈ મેળવી હતી. તેમણે અનુક્રમે નૅતાલી કાનાકૉવાને અને ટેરેઝા રૉડશ્ટેઇનને હરાવીને સ્કોર 2-0.5 કર્યો હતો.

ત્યાર બાદ દ્રોણાવલ્લી હરિકાએ જુલિયા મૉવસેસિયાનને ભારે સંઘર્ષ બાદ હરાવી દેતાં ભારતનો 3.5-0.5થી વિજય થયો હતો.

ભારતની મેન્સ ટીમે પ્રથમ રાઉન્ડમાં મોરોક્કોને 4-0થી હરાવ્યા બાદ આઇસલૅન્ડને એ જ માર્જિન (4-0)થી હરાવી દીધું હતું.
ભારતની વિજયી ટીમના ખેલાડીઓમાં વિદિત ગુજરાતી અને ગ્રૅન્ડમાસ્ટર પી. હરિક્રિષ્નાનો સમાવેશ હતો.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત