IND vs NZ: WTC પોઈન્ટ ટેબલમાં ભારતને મોટું નુકસાન, ફાઈનલ પહોંચવું મુશ્કેલ
મુંબઈ: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ ટેસ્ટ ટેસ્ટ મેચની ત્રીજી મેચમાં પણ ટીમ ઈન્ડિયાની હાર થઇ થતા ભારતની ઘર આંગણે ક્લીન સ્વીપ થઇ (New Zealand clean sweeps India) છે. આ સિરીઝની ત્રીજી મેચમાં ભારતીય ટીમને 25 રનથી હારનો સામનો કરવો પડ્યો, આ હાર સાથે ભારતીય ટીમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ(WTC)ના પોઈન્ટ ટેબલમાં ભારે નુકશાન થયું છે. ટીમ ઈન્ડિયા પાસેથી હવે નંબર 1નું સ્થાન છીનવાઈ હું છે.
આ પણ વાંચો: “અમે એકજુટ થઈને પ્રદર્શન ન કર્યું…”, ઐતિહાસિક હાર બાદ રોહિત શર્માએ નિરાશા વ્યક્ત કરી
ભારતીય ટીમ હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાનેથી બીજા સ્થાને આવી ગઈ છે. મેચની શરૂઆત પહેલા ટીમ ઈન્ડિયા 62.82ના PCT પોઈન્ટ સાથે પહેલા સ્થાન પર હતી, પરંતુ હવે તે 58.33ના PCT પોઈન્ટ સાથે બીજા સ્થાન પર આવી ગઈ છે. ઓસ્ટ્રેલિયાની ટીમ 62.30 PCT પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે.
બીજી તરફ, ન્યુઝીલેન્ડની ટીમને WTCના પોઈન્ટ ટેબલમાં ઘણો ફાયદો થયો છે. સિરીઝની ત્રીજી મેચ પહેલા ન્યુઝીલેન્ડ 5માં સ્થાને હતી. ન્યુઝીલેન્ડનો PTC સ્કોર 50 હતો, પરંતુ આ મેચમાં જીતને કારણે તેનો સ્કોર 54.55 થઈ ગયો, આ સાથે હવે ટીમ WTCના પોઈન્ટ ટેબલમાં હવે ચોથા સ્થાને આવી ગઈ છે. પોઈન્ટ ટેબલમાં શ્રીલંકા ત્રીજા અને દક્ષિણ આફ્રિકાને 5માં સ્થાને છે.
આ પણ વાંચો: મુંબઈ ટેસ્ટમાં ભારતની નાલેશીભરી હાર, 24 વર્ષ બાદ ઘરઆંગણે ક્લીન સ્વીપ
WTC 2021 અને 2023માં ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચી હતી. ભારતીય ન્યુઝીલેન્ડ સામેની સિરીઝના ત્રણેય મેચ હારી ગઈ છે. જેના કારણે ટીમ ઈન્ડિયાને હવે WTCના ફાઇનલમાં પહોંચવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ પાસે પણ WTCની ફાઈનલમાં પ્રવેશવાની તક છે.