પાકિસ્તાન સામેની શાનદાર સદી બાદ Virat Kohliને લઈને થયો ચોંકાવનારો ખુલાસો, મેચ પહેલાં…

રવિવારે દુબઈમાં પાકિસ્તાન અને ઈન્ડિયા વચ્ચે રમાયેલી મેચમાં શાનદાર સેન્ચ્યુરી ફટકારનાર ટીમ ઈન્ડિયાના સ્ટાર પ્લેયર વિરાટ કોહલી (Virat Kohli)ને લઈને હવે ચોંકાવનારો ખુલાસો થયો છે. આ ખુલાસામાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કિંગ કોહલી મેદાનમાં ઉતરતાં પહેલાં એક જાદુઈ વસ્તુનો ઉપયોગ કરે છે, જે તેને તેનું પર્ફોર્મન્સ સુધારવામાં મદદ કરે છે. ચાલો જોઈએ શું છે આ જાદુઈ વસ્તુ અને વિરાટના પર્ફોર્મન્સ સાથે શું છે તેનું કનેક્શન-
હાલમાં યોજાઈ રહેલી ચેમ્પિયન્સ ટ્રોફી-2025માં વિરાટ કોહલી એકદમ ફોર્મમાં દેખાઈ રહ્યો છે. રાઈટ હેન્ડેડ બેટ્સમેને પાકિસ્તાન સામે અણનમ સદી ફટકારીને ટીમ ઈન્ડિયાને જિત અપાવવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. વિરાટ કોહલીએ વન-ડે ક્રિકેટમાં 51 સદી ફટકારી છે અને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તે 82 સદી ફટકારી ચૂક્યો છે. વિરાટના આ સક્સેસફૂલગ્રાફનું સિક્રેટ સામે આવ્યું છે. આ સિક્રેટ વિશે ખૂબ જ ઓછા લોકો જાણે છે.
આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફી: પાકિસ્તાનમાં 100 પોલીસ તત્કાળ બરતરફ, જાણો શૉકિંગ કારણ…
મળતી માહિતી મુજબ વિરાટ કોહલી બેટિંગ કરવા મેદાન પર આવે એ પહેલાં એક ખાસ વસ્તુનો ઉપયોગ કરે છે અને એને કારણે જ તેની બેટમાંથી રનનો વરસાદ થાય છે. વિરાટ કોહલી બેટિંગ કરવા આવે એ પહેલાં તે પોતાના હાથ પર એક ખાસ ક્રીમ અપ્લાય કરે છે અને એને કારણે તેની બેટ પરની પકડ એકદમ મજબૂત રહે છે.
વાત કરીએ વિરાટ દ્વારા લગાવવામાં આવતી આ ક્રીમની કિંમતની તો વિરાટ બેટિંગ માટે ગ્લવ્ઝ પહેરતાં પહેલાં જે ક્રીમ લગાવે છે એની કિંમત 1500થી 2000 રૂપિયાની આસપાસ છે. વિરાટ કોહલીએ રવિવારે પાકિસ્તાન સામે જે બેટિંગ કરી છે એ જોઈને લાગે છે કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ રનની રેસમાં તે આગળ રહેશે.
આ પણ વાંચો: રવિવારે રોહિત માટે `13’નો આંકડો નસીબવંતો સાબિત થઈ શકે, ગેઇલની મોટી સિદ્ધિને ઓળંગી શકે
વિરાટ કોહલીની વાત કરીએ તો વિરાટ ટીમ ઈન્ડિયાનો સ્ટાર પ્લેયર છે અને તેની ગેમની સાથે સાથે પીચ પરની મસ્તી પણ ફેન્સને ખૂબ જ પસંદ આવે છે. છેલ્લાં કેટલાક સમયથી વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ ઈન્ડિયા છોડીને લંડનમાં શિફ્ટ થવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. પરંતુ કપલે હજી સુધી આ બાબતે કોઈ પણ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરી નથી.