ફાઇનલ પહેલાં મેદાન પરથી કોહલીએ કંઈક એવું કર્યું કે જેનો વીડિયો વાઇરલ થઈ ગયો

દુબઈઃ અહીં આજે બપોરે ન્યૂ ઝીલૅન્ડ સામેની ફાઇનલ શરૂ થઈ એ પહેલાં મેદાન પરથી વિરાટ કોહલીએ વીઆઇપી સ્ટૅન્ડમાં ઊભેલી અનુષ્કા શર્મા સાથે કંઈક એવું કર્યું કે એનો વીડિયો તરત જ વાઇરલ થઈ ગયો હતો.
વર્તમાન ક્રિકેટજગતનો સર્વશ્રેષ્ઠ બૅટર કોહલી એવો ખેલાડી છે જે મેદાન પર હળવી મજાક-મસ્તી કરવા માટે જાણીતો છે તેમ જ તે પારિવારિક પણ છે. કોહલી જો રૉમેન્ટિક મૂડમાં હોય તો સ્ટેડિયમમાં બેઠેલી ઍક્ટ્રેસ-પત્ની અનુશ્કા સામે હળવો ઇશારો કરી લેવાની તક નથી છોડતો.
આપણ વાંચો: IND vs NZ: આટલા રન બનાવતાની સાથે જ વિરાટ કોહલી સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડશે!
આજે એવું જ થયું. ફાઇનલ પહેલાંની થોડી હળવી પળોમાં તેણે મેદાન પરથી અનુષ્કા સાથે થોડી ઇશારાબાજી કરવાનો મોકો ઝડપી લીધો હતો.
પતિ વિરાટ બાઉન્ડરી લાઇન પાસે અનોખી સ્ટાઇલમાં જોવા મળ્યો એટલે અનુષ્કા તેની સીટ પરથી ઊભી થઈ ગઈ હતી. વિરાટે તેને હાથ બતાવીને તેને હાય' કર્યું એના જવાબમાં અનુષ્કાએ તરત જ તેને સ્માઇલ સાથે
હાય’ કહીને શુભેચ્છા આપી હતી.
ફાઇનલ પહેલાં વિરાટ આ ટૂર્નામેન્ટમાં 217 રન બનાવી ચૂક્યો હતો. પાકિસ્તાન સામે (અણનમ 100) અને ઑસ્ટ્રેલિયા સામે (84 રન) વિજય અપાવવામાં તેણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.