INDvsPAK :સની દેઓલ અને ધોનીએ સાથે નિહાળી મેચ , નવજોત સિંહ સિદ્ધુએ આપી આ પ્રતિક્રિયા

નવી દિલ્હી : ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની મેચ ભારત અને પાકિસ્તાન(INDvsPAK)વચ્ચે દુબઈમાં રમાઈ રહી છે. આ દરમિયાન ફિલ્મ સ્ટાર સની દેઓલ અને ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પણ કામ વચ્ચે મેચનો આનંદ માણ્યો. આ બંનેનો એક વીડિયો પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક વિડીયોમાં નવજોત સિંહ સિદ્ધુ પણ પ્રતિક્રિયા આપતા સાંભળી શકાય છે.
આ પણ વાંચો: વન-ડેમાં કોહલીની વિરાટ સિદ્ધિઃ 14,000 રન પૂરા કરનાર ફાસ્ટેસ્ટ ખેલાડી
સની દેઓલ અને મહેન્દ્ર સિંહ ધોની મેચનો આનંદ માણતા જોવા મળ્યા
જ્યારે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ મેચ હોય છે ત્યારે બંને દેશોના લોકો ખૂબ જ ઉત્સુક બની જાય છે. દરેક ઉંમરના લોકો ભાવનાત્મક રીતે જોડાય છે. સામાન્ય માણસથી લઈને ખાસ લોકો આ ચેમ્પિયન્સ ટ્રોફી મેચમાં ભારતની જીત માટે શુભેચ્છા પાઠવી રહ્યા છે. ત્યારે સની દેઓલ અને મહેન્દ્ર સિંહ ધોની એક સ્ટુડિયોમાં મોટી સ્ક્રીન પર મેચનો આનંદ માણતા જોવા મળ્યા. આ બંને એકબીજા સાથે વાત પણ કરી રહ્યા છે.
આપણે ગદર મચાવી દઇશું
જ્યારે વીડિયોમાં સની દેઓલ સ્ટુડિયોમાં પ્રવેશતા જ ધોનીને ગળે લગાવે છે. તેની બાદ બંને બેસીને મેચ જોવા લાગ્યા. ચાહકોને તેમનો વીડિયો દેખાડતાની સાથે જ હિન્દી કોમેન્ટ્રી બોક્સમાં બેઠેલા નવજોત સિંહ સિદ્ધુએ કટાક્ષ કર્યો, તેમણે સની દેઓલની ફિલ્મ ‘ગદર’નો ઉલ્લેખ કરીને કહ્યું કે ‘આપણે ગદર મચાવી દઇશું