Champions Trophy 2025

ગાવસકરે રોહિતને સલાહ આપી કે `તું પચીસ ઓવર સુધી બૅટિંગ કરીશ તો…’

દુબઈઃ આઇસીસીની ચારેય મોટી ઇવેન્ટ (વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ, વન-ડે વર્લ્ડ કપ, ટી-20 વર્લ્ડ કપ અને ચૅમ્પિયન્સ ટ્રોફી)ની ફાઇનલમાં પહોંચનાર વિશ્વના એકમાત્ર કૅપ્ટન રોહિત શર્મા માટે બૅટિંગ-લેજન્ડ સુનીલ ગાવસકરે ઉપયોગી ટિપ્સ આપી છે. સનીએ તેના માટે સલાહ આપી છે કે જો તે પચીસ ઓવર સુધી પણ ક્રીઝ પર ટકી રહે તો પછીથી ભારત 350 કે 350-પ્લસના સ્કોર સુધી પહોંચી શકે.

વન-ડે ફૉર્મેટમાં સૌથી વધુ ત્રણ ડબલ સેન્ચુરી ધરાવતા અને 264 રનનો વિશ્વ વિક્રમ ધરાવતા રોહિત વિશે સનીએ એક જાણીતી વેબસાઇટને કહ્યું છે કે જો રોહિત પચીસ ઓવર સુધી પણ ક્રીઝમાં ટકી રહે તો ભારતનો સ્કોર 180થી 200 આસપાસ પહોંચી શકે અને ત્યારે ભારતે જો અંદાજે બે વિકેટ ગુમાવી હોય તો પછીથી ભારતીય ટીમ 350 રનનો કે 350-પ્લસ રનનો જુમલો નોંધાવી શકે અને હરીફ ટીમને તોતિંગ લક્ષ્યાંક આપી શકે.’ ગાવસકરે એવું પણ જણાવ્યું કેરોહિતે આ બાબતમાં ખાસ વિચારવું જોઈએ.

Also read : Champion Trophyની ફાઈનલ કેપ્ટન રોહિતની છેલ્લી મેચ રહેશે? BCCI આપી રહ્યું છે સંકેત

આક્રમક રમવું અલગ વાત છે અને પચીસથી ત્રીસ ઓવર સુધી ક્રીઝમાં ટકવું એ બીજી બાબત છે. એ માટે તેણે સંયમપૂર્વક રમવું જોઈશે. જો તે એવું કરશે તો વિદેશી ટીમના હાથમાંથી વિજય છીનવી શકશે.’

સનીએ એવું પણ કહ્યું કે `શું બૅટરે માત્ર પચીસ-ત્રીસ રન બનાવીને ખુશ થવું જોઈએ? ના, જરાય ખુશ ન થવું જોઈએ. એટલે હું તેના માટે એવું જ કહીશ કે તે જો સાતથી નવ ઓવરને બદલે પચીસ ઓવર સુધી બૅટિંગ કરશે તો ટીમ પર એની બહુ સારી અસર પડશે.’

રવિવારે દુબઈમાં (બપોરે 2.30 વાગ્યાથી) ભારત અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે ચૅમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ રમાશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button