Champions Trophy 2025

શુભમન ગિલના સ્ટેડીયમમાં મેચ જોવા આવેલી આ અભિનેત્રી ડેટ કરી રહ્યો છે! અટકળોએ જોર પકડ્યું

દુબઈ: પાકિસ્તાનની યજમાની હેઠળ યોજાઈ રહેલી ICC Champions Trophy 2025માં ભારતીય ટીમ હજુ સુધી અજેય રહી છે. ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓપનર બેટર શુભમન ગિલ આ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન (Shubhman Gill in Champions Trophy) કરી રહ્યો છે. આવતી કાલે ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં ટીમના વાઈસ કેપ્ટન શુભમન પાસે ઘણી આશા છે. ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન શુભમન ગિલ તેની બેટિંગ ઉપરાંત ડેટિંગની અફવાઓને કારણે ચર્ચામાં છે.

આ એક્ટ્રેસ સાથે જોડાયું નામ:

હાલ શુભમનનું નામ બોલીવુડ એક્ટ્રેસ અવનીત કૌર સાથે જોડવામાં આવી રહ્યું છે, અવનીત ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલ મેચ દરમિયાન દુબઈ સ્ટેડિયમમાં જોવા મળી હતી. શુભમન અને અવનીત વચ્ચે ડેટિંગની અફવાઓ વહેતી થઇ છે.

આપણ વાંચો: Rohit Sharmaની હાર જ અપાવશે ICC Champions Trophyમાં ટીમ ઈન્ડિયાને જિત…

અવનીત કૌર અત્યાર સુધીમાં કેટલીક ફિલ્મો, ટીવી સિરિયલો અને રિયાલિટી શોમાં જોવા મળી છે. અવનીત સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ લોકપ્રિય છે અને ઇન્સ્ટાગ્રામ પર તેના 31.7 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.

અવનીત કૌર ઓસ્ટ્રેલિયા સામે ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલ મેચ જોવા પહોંચી હતી. અવનીત કૌરે ઇન્સ્ટાગ્રામ પર સ્ટેડિયમથી કેટલાક ફોટોઝ શેર કર્યા હતાં. આ પછી, અફવાઓ ફેલાઈ રહી કે અવનીત કૌર અને શુભમન ગિલ ડેટ કરી રહ્યા છે.

જોકે, હજુ સુધી બંને સાથે જોવા મળ્યા નથી, કોઈએ બંને વિશે કોઈ ચોક્કસ માહિતી પણ શેર કરી નથી.

આપણ વાંચો: Champions Trophy: ન્યૂ ઝીલેન્ડ ટોસ જીતીને લીધો ‘આ’ નિર્ણય, જાણી લો પ્લેઈંગ ઈલેવન…

કેવી રીતે શરૂ થઈ ડેટિંગની અફવા?
શુભમન ગિલ અને અવનીત કૌર વચ્ચે ડેટિંગની અફવાઓ ઇન્સ્ટાગ્રામ પરના એક ફોટોને કારણે શરૂ થઈ હતી. ફોટોમાં અવનીત તેના મિત્રો સાથે જોવા મળે છે, અવનીત અને મિત્રો શુભમન ગિલ સાથે ફોટો લઇ રહ્યા હતાં.

આ તસવીર લંડનમાં શિયાળાના દરમિયાનની છે. આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. જે બાદ ચાહકોએ અનુમાન લગાવ્યું છે કે બંને ડેટ કરી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button