Champions Trophy 2025સ્પેશિયલ ફિચર્સ

Captain Rohit Sharmaને રિટાયરમેન્ટ બાદ મળશે આટલું પેન્શન…

હાલમાં ક્રિકેટપ્રેમીઓમાં ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.આવતીકાલે ટીમ ઈન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઈનલ્સ પણ રમાવવાની છે. આ ફાઈનલ દુબઈ ખાતે રમાવવાની છે. આ બધા વચ્ચે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ચેમ્પિન્સ ટ્રોફી-2025 બાદ કદાચ શર્માજી કા લડકાના નામે ઓળખાતા કેપ્ટન રોહિત શર્મા રિટાયરમેન્ટ એનાઉન્સ કરી શકે છે.

જોકે, રોહિતે આ વિશે ઓફિશિયલી કોઈ સ્ટેટમેન્ટ નથી આપ્યું. પરંતુ જો રોહિત રિટાયરમેન્ટ એનાઉન્સ કરે તો તેને કેટલું પેન્શન મળશે એ જાણવાની તાલાવેલી થઈ હોય તો તમારે આ સ્ટોરી છેલ્લે સુધી વાંચી જવી પડશે.

મળતી માહિતી મુજબ બીસીસીઆઈ દ્વારા 2022માં ખેલાડીઓના પેન્શનમાં વૃદ્ધિ કરવામાં આવી હતી. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટરોને 15000 રૂપિયા પેન્શન આપવામાં આવતું હતું અને જૂન, 2022 બાદ આ પેન્શન વધીને 30000 રૂપિયા થઈ ગયું હતું.

આપણ વાંચો: ICC Rankings: બીજી વન-ડેમાં રોહિત શર્મા મેચ વિનર છતાં રેન્કિંગમાં નુકસાન, કોહલીને પણ ફટકો…

એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર જે ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર્સને 37,500 રૂપિયાનું પેન્શન ચૂકવવામાં આવતું હતું તેમને 60,000 રૂપિયાનું પેન્શન અને 50,000 પેન્શન મેળવતા ખેલાડીઓને 70,000 રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે.

એ હિસાબે જોવા જઈએ તો રોહિત શર્માને પણ રિટાયરમેન્ટ એનાઉન્ટ કર્યા બાદ 70,000 રૂપિયાનું પેન્શન મળશે. આવું એટલા માટે કારણે કે રોહિત તેના કરિયરમાં 25થી વધુ ટેસ્ટ રમી ચૂક્યો છે.

આપણ વાંચો: કોહલી અને રોહિત શર્મા માટે કપિલ દેવે પણ આપ્યું મહત્ત્વનું નિવેદન, બંને એટલા…

જોકે, રોહિત શર્મા ચેમ્પિયન્સ ટ્રોફી બાદ રિટાયરમેન્ટ લેશે કે નહીં તેને લઈને હજી સુધી કોઈ સ્પષ્ટ ચિત્ર નથી મળી રહ્યું. ટુર્નામેન્ટના પહેલાંથી જ આ પ્રકારના સમાચારો સામે આવી રહ્યા હતા.

હેડ કોચ ગૌતમ ગંભીરને પણ રોહિત શર્માની રિટાયરમેન્ટ અંગે સવાલ કરવામાં આવ્યો હતો, પરંતુ ગૌતમના જવાબ બાદ પણ આ અંગે કોઈ ક્લિયર પિક્ચર નહોતું મળ્યું. ખેર, રોહિત શર્મા તો રિટાયરમેન્ટ લે છે કે નહીં એ તો સમય જ કહેશે, પણ રિટાયરેન્ટ બાદ રોહિતને કેટલું પેન્શન મળશે એ સવાલનો જવાબ તો તમને ચોક્કસ જ મળી ગયો હશે.

આ માહિતી તમારા મિત્ર અને પરિવારના સભ્યો સાથે શેર કરજો. આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button