રોહિતની ફિટનેસ પરની ટીકાનો રૈનાએ આપ્યો જડબાતોડ જવાબ | મુંબઈ સમાચાર

રોહિતની ફિટનેસ પરની ટીકાનો રૈનાએ આપ્યો જડબાતોડ જવાબ

જાણો…ગાવસકરે પણ આ વિવાદમાં શું કહ્યું

નવી દિલ્હીઃ ભારતના ટી-20 વર્લ્ડ ચૅમ્પિયન અને આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સને પાંચ ટાઇટલ અપાવનાર રોહિત શર્માને જાડિયો' કહીને તેને વજન ઘટાડવાની સલાહ આપવાની સાથે તેની ફિટનેસ પર વિવાદ ઊભો કરનાર કૉન્ગે્રસનાં પ્રવક્તા શમા મોહમ્મદની ટિપ્પણીનો રોહિતના ભૂતપૂર્વ સાથી ખેલાડી અને ભારતના ટોચના બૅટર્સમાં ગણાતા સુરેશ રૈનાએ એક નિવેદન દ્વારા જડબાતોડ જવાબ આપ્યો છે.

રોહિત સાથે અનેક મૅચો રમનાર રૈનાએ કહ્યું છે કેવન-ડે ફૉર્મેટમાં વિક્રમજનક ત્રણ-ત્રણ ડબલ સેન્ચુરી એમ જ ન બને. તે હજીયે સારું રમી શકે છે.’

આપણ વાંચો: રોહિત શર્મા મુદ્દે ટિપ્પણી વિવાદમાં મનસુખ માંડવિયાની પ્રતિક્રિયા, “શરમજનક જ નહિ દયનીય…

રૈનાએ એક જાણીતી વેબસાઇટના શૉમાં કહ્યું હતું કે જેણે પણ રોહિત વિશે આવું કહ્યું છે તેને જણાવી દઉં કે તે હજી પણ સારી બૅટિંગ કરી રહ્યો છે. શુભમન ગિલ સાથે મળીને ટીમને સારી શરૂઆત આપી શકે છે.

તે સારા નિર્ણયો પણ લેતો હોય છે. બીજી માર્ચે ન્યૂ ઝીલૅન્ડ સામેની મૅચમાં તેણે વરુણ ચક્રવર્તીને રમાડીને બહુ મહત્ત્વનો નિર્ણય લીધો હતો. તેનો એ નિર્ણય યોગ્ય ઠર્યો, કારણકે વરુણે પાંચ વિકેટ લઈને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ જીતી લીધો હતો.

આપણ વાંચો: રોહિત શર્મા અંગે કોંગ્રેસી નેતાનાં નિવેદન પછી ‘બબાલ’: બીસીસીઆઈએ આપ્યો જવાબ

રૈનાએ રોહિત વિશે એવું પણ કહ્યું કેરોહિત અને વિરાટ આઉટ-ઑફ-ફૉર્મ નથી. રોહિતે ભારતીય ટીમમાં પાંચ-પાંચ સ્પિનર (વરુણ, જાડેજા, અક્ષર, કુલદીપ, વૉટિંગ્ટન) રાખ્યા તો તેની સામે ઘણા સવાલ ઊભા થયા હતા.

હું તો રોહિતને, સિલેક્ટર્સને અને હેડ-કોચ ગૌતમ ગંભીરને અભિનંદન આપું છું કે ન્યૂ ઝીલૅન્ડ સામે ચારમાંથી એક સ્પિનર સૌથી સફળ રહ્યો જેમાં તેણે પાંચ વિકેટ લીધી.’

રોહિત શર્માને જાડિયો' કહેવામાં આવ્યો એ બદલ બૅટિંગ-લેજન્ડ સુનીલ ગાવસકર પણ ખૂબ ગુસ્સે થયા છે અને તેમણે કહ્યું છે કેકોઈને જો પાતળા ક્રિકેટરો શોધવા જ હોય તો તેમણે મૉડેલિંગની સ્પર્ધા જોવા જવું જોઈએ અને (ટીમ માટે) બધા જ મૉડેલને પસંદ કરી લેવા જોઈએ.’

સંબંધિત લેખો

Back to top button