IPL 2025

બેન્ગલૂરુનો નવો કૅપ્ટન રજત પાટીદાર ટૉસ જીત્યો, ફીલ્ડિંગ પસંદ કરી

કોલકાતાઃ આઇપીએલની 18મી સીઝનમાં આજે અહીં ઈડન ગાર્ડન્સમાં પહેલી મૅચ માટે શાનદાર ઓપનિંગ કાર્યક્રમ પછી ટૉસ ઉછાળવામાં આવ્યો હતો અને બેન્ગલોરે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી.

ડિફેન્ડિંગ ચૅમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર)ના નવા સુકાની અજિંક્ય રહાણેએ સિક્કો ઉછાળ્યો હતો અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (આરસીબી)ના નવા સુકાની રજત પાટીદારે હેડ'નો કૉલ આપ્યો હતો.હેડ’ પડતાં પાટીદાર ટૉસ જીત્યો હતો અને ફીલ્ડિંગ પસંદ કરીને કેકેઆરને પહેલા બૅટિંગ કરવાનો મોકો મળ્યો હતો.

આપણ વાંચો: આઇપીએલમાં આ યુવાન ખેલાડીઓ પર સૌની નજર રહેશે…

2008ની સૌપ્રથમ આઇપીએલની સૌથી પહેલી મૅચ કેકેઆર-આરસીબી વચ્ચે રમાઈ હતી અને ત્યાર બાદ 18મા વર્ષે ફરી એકવાર આ ટૂર્નામેન્ટનો પ્રથમ મુકાબલો કેકેઆર-આરસીબી વચ્ચે નિધાર્યો હતો.

https://twitter.com/IPL/status/1903448317058859184

પાટીદારે કહ્યું હતું કે પિચ બહુ સારી લાગી રહી છે અને એના પર ફાસ્ટ બોલર્સને ઘણો ફાયદો થશે. આરસીબીનું નેતૃત્વ સંભાળવામાં ખૂબ આનંદ અનુભવી રહ્યો છું.' રહાણેએ જણાવ્યું હતું કેઆ ઉત્કૃષ્ટ ટીમનું સુકાન સંભાળવામાં ગૌરવ અનુભવું છું. અમારી પાસે પણ બે સ્પિનર ઉપરાંત ત્રણ ફાસ્ટ બોલર છે.’

બન્ને ટીમની પ્લેઇંગ-ઇલેવન

બેન્ગલૂરુઃ રજત પાટીદાર (કૅપ્ટન), ફિલ સૉલ્ટ (વિકેટકીપર), વિરાટ કોહલી, લિઆમ લિવિંગસ્ટન, જિતેશ શર્મા, ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, રસિખ દર, સુયશ શર્મા, જૉશ હૅઝલવૂડ અને યશ દયાલ.

કોલકાતાઃ અજિંક્ય રહાણે (કૅપ્ટન), વેન્કટેશ ઐયર (વાઇસ-કૅપ્ટન), ક્વિન્ટન ડિકૉક (વિકેટકીપર), અંગક્રિશ રઘુવંશી, રિન્કુ સિંહ, સુનીલ નારાયણ, આન્દ્ર રસેલ, રમણદીપ સિંહ, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી અને સ્પેન્સર જૉન્સન.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button