ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા બદલ પીએમ મોદીએ ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા

નવી દિલ્હી : રવિવારે દુબઈમાં રમાયેલી ICC ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાએ ન્યુઝીલેન્ડને ચાર વિકેટથી હરાવ્યું. આ સાથે જ ભારતીય ટીમે બીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી. આ જીત બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે તેમને આપણી ક્રિકેટ ટીમ પર ગર્વ છે.
યોગી આદિત્યનાથે કહ્યું ઐતિહાસિક જીત
આ ઉપરાંત, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું, “ઐતિહાસિક જીત… ચેમ્પિયનોને અભિનંદન! દેશના લોકોને હાર્દિક અભિનંદન, દેશને ભારતીય ક્રિકેટ ટીમના દરેક ખેલાડી પર ગર્વ છે તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે અનંત શુભેચ્છાઓ. જય હિન્દ.
આપણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલઃ ન્યૂ ઝીલેન્ડે જીત્યો ટોસ, ભારતની પ્રથમ બોલિંગ…
રાહુલ ગાંધીએ પણ ટીમ ઈન્ડિયાને જીત બદલ અભિનંદન પાઠવ્યા.
જયારે લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પણ ટીમ ઈન્ડિયાને જીત બદલ અભિનંદન પાઠવ્યા. તેણે પોસ્ટ પર લખ્યું: “શાનદાર જીત, તમે અબજો હૃદય ગર્વથી ભરી દીધા છે. ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાનું શાનદાર પ્રદર્શન. જેમાં શાનદાર વ્યક્તિગત પ્રદર્શન અને મેદાન પર સંપૂર્ણ પ્રભુત્વનો સમાવેશ થાય છે. ખરેખર પ્રેરણાદાયક રહ્યું છે. અભિનંદન, ચેમ્પિયન્સ