Champions Trophy 2025

ચેમ્પિયન્સ ટ્રોફીનું ‘આયોજન’ કરવાનું પાકિસ્તાનને ભારે પડ્યું, કરોડ રુપિયાનો પડ્યો ફટકો?

ઈસ્લામાબાદઃ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરીને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) માટે ‘ના ઘરના ના ઘાટ’ના જેવો હાલ થયો છે. ચેમ્પિયન્સ ટ્રોફીના પૂરતા આયોજન કરવાની તક ના મળી કે ક્રિકેટ ટીમના ખેલાડીઓનું સારું પ્રદર્શન કરી શક્યા નહોતા. હવે સમાચાર મળી રહ્યા છે કે ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરીને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને કરોડો રુપિયાનો ફટકો પડ્યો છે.

ટૂર્નામેન્ટનું આયોજન શરુ કર્યાના થોડા મહિના પૂર્વે પડકારો આવ્યાં

ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરીને ફક્ત પાકિસ્તાન ક્રિકેટ ટીમ એક જ મેચ રમી શક્યું હતું. ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગયા પછી પાકિસ્તાનમાં ઈવન ફાઈનલ મેચ રમાડવાની તકથી પણ વંચિત રહ્યું હતું.

આપણ વાંચો: જો ભારત આવ્યો તો.. ચેમ્પિયન્સ ટ્રોફીના હીરોને મળી હતી જાનથી મારવાની ધમકી…

2021માં આઈસીસીએ આ ઈવેન્ટનું આયોજન કરવાનો અધિકાર આપ્યા પછી પીસીબીએ ટૂર્નામેન્ટની તૈયારી માટે 869 કરોડનો ખર્ચ કર્યો હતો. જોકે, ટૂર્નામેન્ટ શરુ કર્યાના થોડા મહિના પૂર્વે પીસીબીએ અનેક મુશ્કેલીઓનો સામનો કરવાની નોબત આવી હતી.

સેમી ફાઈનલ અને ફાઈનલ મેચ પણ પાકિસ્તાનમાં રમાઈ જ નહીં

સૌથી પહેલા ભારતીય ક્રિકેટ બોર્ડે ભારત સરકારની સલાહ પછી ભારતીય ટીમને પાકિસ્તાન મોકલવાનો ઈનકાર કર્યો હતો, પરિણામે પાકિસ્તાનને હાઈબ્રિડ મોડલના આધારે ક્રિકેટ રમાડવાની ફરજ પડી હતી.

આપણ વાંચો: Video: મહા મહેનતે જીતેલી ચેમ્પિયન્સ ટ્રોફી રોહિત ટેબલ પર જ ભૂલી ગયો; વીડિયો વાયરલ

એના પછી ચેમ્પિયન્સ ટ્રોફીની સૌથી રસપ્રદ મેચ દુબઈમાં રમાડવામાં આવી હતી. પહેલી ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિ ફાઈનલ અને ફાઈનલ મેચનો પણ સમાવેશ થયો હતો. પાકિસ્તાનમાં રમાડવામાં આવેલી બાકી 10 મેચમાંથી ત્રણ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી.

ત્રણ સ્ટેડિયમ વિકસાવવામાં કરી નાખ્યો કરોડો રુપિયાનો ધુમાડો

બીજી ચોંકાવનારી વાત એ હતી કે ટૂર્નામેન્ટ શરુ થયાના છ દિવસ પછી પાકિસ્તાનની ક્રિકેટ ટીમ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી. મીડિયાના દાવા અનુસાર પીસીબીએ કરાચી, લાહોર અને રાવલપિંડીના ત્રણ સ્ટેડિયમના જીર્ણોદ્વાર પર 560 કરોડ રુપિયાનો ખર્ચ કર્યો હતો, જ્યારે મૂળ બજેટથી વધુ 50 ટકા ખર્ચ કર્યો હતો.

આપણ વાંચો: દહેગામમાં ચેમ્પિયન્સ ટ્રોફી જીતની ઉજવણી દરમિયાન અથડામણ; બે લોકોને ગંભીર ઈજા

એના સિવાય ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારી માટે હોસ્ટિંગ ફીમ અને ટિકિટ વેચાણ મારફત બાવન કરોડની કમાણી કરી હતી. આવક કરતા જાવક વધુ રહી હોવાથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને ટ્રોફી તો મળી નહીં, પરંતુ નુકસાન વધારે થયું હતું.

નુકસાનની ભરપાઈ કરવા માટે પીસીબીનો કીમિયો જાણો

નાણાકીય નુકસાનીને ભરપાઈ કરવા માટે પીસીબીએ ખેલાડીઓને પૈસા ભરપાઈ કરવાનો નિર્ણય લીધો છે. ટવેન્ટી-20 ખેલાડીઓની મેચ ફીમાં કાપ મૂક્યો છે. ટીમમાં સામેલ ખેલાડીઓની મેચ ફીમાં પણ 90 ટકા કાપ મૂક્યો છે, જ્યારે રિઝર્વ ખેલાડીઓની તુલનામાં ફક્ત 12.50 ટકા મળશે. પહેલા ખેલાડીઓને આલીશાન હોટેલમાં રોકાતા હતા, પરંતુ હવે ખેલાડીઓને બજેટવાળી હોટેલમાં રોકાવું પડશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button