IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે મેચ વિનીંગ સિક્સ ફટકાર્યા બાદ કેએલ રાહુલે રડતા ચાહકને ગળે લગાડ્યો…

દુબઈ: ICC Champions Trophy 2025ની પહેલી સેમી ફાઈનલ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે શાનદાર જીત (IND beats AUS)મેળવી. ભારતને 12 બોલમાં ચાર રનની જરૂર હતી, ત્યારે કેએલ રાહુલે ગ્લેન મેક્સવેલના બોલ સિકસર ફટકારી આ સાથે જ ભારતના કરોડો ક્રિકેટ ચાહકોમાં ઉત્સાહની લહેર ફેલાઈ ગઈ. આ સાથે 15 મહિના પહેલા ઘરઆંગણે વનડે વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલીયા સામે મળેલી હારનો બદલો લેવામાં આવ્યો.
Also read : UAE ‘ક્રિકેટ ફ્રેન્ડલી નેશન’ નહીં હોવા છતાં ક્રિકેટમાં શા માટે કરે છે રોકાણ?

15 મહિના બાદ બદલો:
19 નવેમ્બર 2023ના રોજ અમદાવાદમાં રમાયેલી વર્લ્ડ કપ ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલીયાએ ભારતને 6 વિકેટે હરાવ્યું હતું, જેને કારણે ભારતના કરોડો ક્રિકેટ ચાહકોનું દિલ તૂટી ગયું હતું. ભારતે ગયા વર્ષે T20 વર્લ્ડ કપમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવીને ટુર્નામેન્ટમાંથી બહાર કરી દીધું હતું, પરંતુ તે એક અલગ ફોર્મેટની ટુર્નામેન્ટ હતી. ભારત 50 ઓવરના ફોર્મેટ ઓસ્ટ્રેલીયા સામે બદલો લેવા તલપાપડ હતું. ગઈ કાલે ચેમ્પીયન્સ ટ્રોફી 2025ના સેમી ફાઈનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને ચાર વિકેટથી હરાવીને બદલો લીધો. એવામાં એક ઉત્સાહિત અને ખુશીથી ગદગદ થઇ ગયેલો ભારતીય ચાહક સુરક્ષા વ્યવસ્થા તોડીને મેદાનમાં ઘુસી ગયો હતો.
કે એલ રાહુલે ચાહકને ગળે લગાડ્યો:
કે એલ રાહુલના સિક્સ મારતા જ ભાવુક થયેલો ચાહક આંખમાં આંસુ સાથે પીચ પાસે આવી ગયો, તેણે કેએલ રાહુલને ગળે લગાડ્યો, પણ કે એલ રાહુલે તેને દૂર કરવાનો કોઈ પ્રયાસ કર્યો નહીં. કારણ કે તે જાણતો હતો કે દરેક ભારતીય ક્રિકેટ ચાહક માટે આ કેટલી મોટી ક્ષણ છે. રાહુલે ભાવુક ચાહકને ગળે લગાડ્યો અને શાંત પાડ્યો.
Also read : કંગના રનૌતે ક્રિકેટરોને ‘ધોબી કા કુત્તા’ કહ્યા હતાં! શમા મોહમ્મદનો ભાજપને વળતો જવાબ
ભારતની જીત પછી રાહુલ રડતા ચાહકને ગળે લગાડી રહ્યો હોવાના દ્રશ્યો વાયરલ થઇ રહ્યા છે.