હાર્દિકની 101 મીટર ઊંચી સિક્સર જોઈને રોમાંચિત થઈ જસ્મીન વાલિયા…
પંડ્યાની પહેલી સિક્સરમાં બૉલ સ્ટેન્ડમાં ઊભેલા જય શાહની નજીક પડ્યો!

દુબઈ: મંગળવારે અહીં ઑસ્ટ્રેલિયા સામે ભારતને વિજય અપાવવામાં મોહમ્મદ શમી, રવીન્દ્ર જાડેજા અને વરુણ ચક્રવર્તી સહિતના બોલર્સ ઉપરાંત ખાસ કરીને વિરાટ કોહલી, શ્રેયસ તેમ જ કેએલ રાહુલના પણ મોટા યોગદાન હતા, જ્યારે હાર્દિક પંડ્યાએ તો 28 રનનો ફાળો આપ્યો હતો, પણ એમાં તેની ત્રણ સિક્સર દર્શનીય હતી. એમાંની એક સિક્સર ખૂબ વાઈરલ થઈ છે.
હાર્દિકની કહેવાતી ગર્લફ્રેન્ડ જસ્મીન વાલીયા તેનો એ છગ્ગો જોઈને ખૂબ રોમાંચિત થઈ ગઈ હતી.
ભારત 265 રનના લક્ષ્યાંકનો પીછો કરી રહ્યું હતું ત્યારે એક તબક્કે કેએલ રાહુલ 35 રન પર રમી રહ્યો હતો અને હાર્દિકના 12 રન પર હતો. ભારતનો સ્કોર ત્યારે પાંચ વિકેટે 241 રન હતો.
આ પણ વાંચો: Hardik Pandyaને આ ચાલુ મેચ દરમિયાન કોણે કરી ફ્લાઈંગ કિસ…
47મી ઓવર સ્પિનર એડમ ઝેમ્પાએ કરી હતી જેના પાંચમા બૉલમાં હાર્દિક સિક્સર ફટકારી ચૂક્યો હતો અને છેલ્લો બૉલ ઑફ સ્ટમ્પની થોડો બહાર પડતાં જ હાર્દિકે વધુ એક બિગ શૉટ માર્યો હતો જેમાં લોન્ગ ઑન પરથી સિક્સર ગઈ હતી. હાર્દિકની એ 101 મીટર ઊંચી સિક્સરથી દુબઈનું સ્ટેડિયમ ગુંજી ઉઠ્યું હતું. હજારો ક્રિકેટ પ્રેમીઓએ બૂમાબૂમ કરી મૂકી હતી.
ભારતીય મૂળની બ્રિટિશ સિંગર અને ટેલિવિઝન પર્સનાલિટી જસ્મીન વાલીયા મિત્રો સાથે દુબઈના વીઆઈપી લાઉન્જમાં બેઠી હતી અને હાર્દિકની 101 મીટર ઊંચી સિક્સર જોઈને કૂદી પડી હતી. તેણે લાઉન્જમાંથી હાર્દિકને આ ધમાકેદાર શૉટ બદલ સ્ટેન્ડિંગ ઑવેશન આપ્યું હતું.
આ પણ વાંચો: હાર્દિક પંડ્યાના છગ્ગાનું સેલિબ્રેશન એક્સ વાઈફ નતાશાએ પણ કર્યુ? શું બન્ને ફરીથી…
હાર્દિક ઉપરાઉપરી એ બે સિક્સર ફટકાર્યા બાદ વધુ એક ફોર માર્યા પછી 28 રનના પોતાના સ્કોર પર આઉટ થઈ ગયો હતો, પરંતુ એ પહેલાં તેણે ટીમ ઇન્ડિયાને વિજયની નજીક પહોંચાડી દીધી હતી. પેસ બોલર નેથન એલિસે તેને ગ્લેન મેક્સવેલના હાથમાં કેચઆઉટ કરાવ્યો હતો.
વધુ નવાઈની વાત એ છે કે હાર્દિકે મંગળવારે ત્રણમાંથી પહેલી જે સિક્સર ફટકારી હતી એ 106 મીટર ઊંચી હતી અને એમાં બૉલ વીઆઈપી સ્ટેન્ડમાં ઊભેલા આઇસીસી ચેરમેન જય શાહની નજીક પડ્યો હતો. જય સાહેબ બોલ ઉચકીને ગ્રાઉન્ડ તરફ પાછો ફેંક્યો હતો.
હાર્દિકે થોડા મહિના પહેલાં પત્ની નતાશા સાથે ડિવોર્સ લીધા હતા. ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં એવી અફવા ઊડી હતી કે હાર્દિક અને જસ્મીન વચ્ચે રિલેશનશિપ છે. બંનેએ સત્તાવાર રીતે પોતાના કથિત સંબંધો વિશે કંઈ જણાવ્યું નથી. જોકે ટીમ ઈન્ડિયાની લગભગ દરેક મૅચ વખતે જસ્મીન વીઆઈપી સ્ટેન્ડમાં જોવા મળતી હોય છે.
ગયા વર્ષે હાર્દિક અને જસ્મીન યુરોપના ગ્રીસ દેશમાં એક સ્થળે હોલીડે મનાવી રહ્યા હતા એનો વીડિયો વાઈરલ થયો હતો. બંને એકબીજાને સોશિયલ મીડિયા પર ફૉલો કરે છે અને ખાસ કરીને હાર્દિક ઘણી વાર જસ્મીનની પોસ્ટને લાઈક કરી ચૂક્યો છે.