ભારતનો તિરંગો લહેરાયો પાકિસ્તાનમાં! જાણો કેવી રીતે…

કરાચીઃ એક તરફ મંગળવારે ચૅમ્પિયન્સ ટ્રોફી માટેના ટીમ ઇન્ડિયાના ખેલાડીઓની જર્સી પર `પાકિસ્તાન’ નામ રાખવું પડ્યું એના પરની ચર્ચા હજી શાંત નથી પડી ત્યાં પાકિસ્તાનની ધરતી પર ભારતનો તિરંગો લહેરાયો એ મુદ્દો ચર્ચાસ્પદ થયો છે.
અગાઉ એવું મનાતું હતું કે ભારતે પોતાના ક્રિકેટરોની ટીમને પાકિસ્તાન નથી મોકલી એટલે પાકિસ્તાનમાં ભારત સિવાયના સાત દેશોના જ ધ્વજ લહેરાતા જોવા મળશે.
જોકે એવું નથી. પાકિસ્તાનની ધરતી પર ભારતનો તિરંગો પણ ફરકાવવામાં આવ્યો છે. બીજી રીતે કહીએ તો પાકિસ્તાનમાં ભારતની અસર જોવા મળી છે.
આપણ વાંચો: શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડિઝ કેમ ચૅમ્પિયન્સ ટ્રોફીમાં નથી? કારણો ખૂબ રસપ્રદ છે
આઠ દેશ ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લઈ રહ્યા છે. ખાસ જણાવી દઈએ કે અગાઉ સાત દેશના ધ્વજ લગાવવામાં આવ્યા હતા અને ભારતનો તિરંગો ક્યાંય દેખાતો નહોતો.
આ મુદ્દે વિવાદ થયો હતો. જોકે હવે નવો ફોટો બહાર આવ્યો છે જેમાં કરાચીનું નૅશનલ સ્ટેડિયમ કે જ્યાં પાકિસ્તાન અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચેની પ્રારંભિક મૅચ રમાઈ એ સ્ટેડિયમમાં ભારતનો તિરંગો પણ જોવા મળ્યો હતો.
આપણ વાંચો: ચૅમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં ન્યૂ ઝીલૅન્ડ સામે પાકિસ્તાન ત્રણેય મુકાબલા હાર્યું છે
ઉલ્લેખનીય છે કે ચૅમ્પિયન્સ ટ્રોફી આઇસીસીની ટૂર્નામેન્ટ છે. આઇસીસીની દરેક સ્પર્ધામાં યજમાન દેશનું નામ તમામ દેશોના ખેલાડીઓની જર્સી પર હોવું જરૂરી છે.
એ કારણસર ભારતીય ખેલાડીઓ ભલે પાકિસ્તાનમાં રમવા નથી જવાના અને તમામ મૅચો દુબઈમાં જ રમવાના છે, પરંતુ નિયમને અનુસરીને તેમની જર્સી પરના લોગો સાથે પાકિસ્તાનનું નામ લખાયું છે.
એ જ પ્રમાણે, પાકિસ્તાનની ઇચ્છા ન હોવા છતાં આઇસીસીના નિયમને અનુસરીને પાકિસ્તાનના ક્રિકેટ સ્ટેડિયમોમાં ભારતનો તિરંગો પણ લહેરાવવો પડ્યો છે.