Champions Trophy: લાહોરના સ્ટેડિયમમાં ભારતનું રાષ્ટ્રગીત વાગ્યું; પાકિસ્તાન ક્રિકેટ મેનેજમેન્ટે લોચો માર્યો!

લાહોર: પાકિસ્તાનની યજમાની હેઠળ યોજાઈ રહેલી ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 (ICC Champions Trophy 2025) અગાઉ ઘણા કારણોસર વિવાદમાં સપડાઈ ચુકી છે, એવામાં આજે પણ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(PCB)ના આયોજનમાં વધુ એક ખામી જોવા મળી હતી હતી. આજના મેચમાં ઓસ્ટ્રેલીયાને બદલે ભારતનું ગીત વાગતા કેટલાક ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ફેન્સ નારાજ થયા છે.
લાહોરમાં વાગ્યું ‘જન-ગણ-મન’:
આજે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ચોથી મેચ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા (ENG vs AUS) વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. મેચ શરૂ થાય એ પહેલા બંને ટીમો રાષ્ટ્રગીત માટે મેદાન પર આવી, ત્યારે સ્ટેડિયમમાં ભારતનું રાષ્ટ્રગીત વાગતા (Indian National Anthem in Lahore) સૌ ચોંકી ગયા હતાં. ગ્રાઉન્ડ પરના સ્પીકર્સમાં ‘જન-ગણ-મન’ વાગતાની સાથે જ સ્ટેડિયમમાં હોબાળો મચી ગયો.
પહેલા ઇંગ્લેન્ડનું રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું, તે પૂરું થયા પછી. ઓસ્ટ્રેલિયાનું રાષ્ટ્રગીત વાગવાનું હતું, ઓસ્ટ્રેલીયન ખેલાડીઓ સહીત સ્ટેડીયમમાં હાજર ઓસ્ટ્રેલીયન દર્શકો પણ રાષ્ટ્રગીતને માન આપવા ઉભા થયા. પરંતુ અચાનક ‘ભારત ભાગ્ય વિધાતા…’ શબ્દો સંભળાયા અને તરત જ બંધ થઇ ગયા. ત્યાર બાદ ઓસ્ટ્રેલિયાનું રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું.
સોશિયલ મડિયા પર રીએક્શન્સ:
પાકિસ્તાન ક્રિકેટ મેનેજમેન્ટની આ ભૂલની વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. નોંધનીય છે કે ટીમ ઈન્ડિયાની કોઈ મેચ પાકિસ્તાનમાં રમાવાની છે. હાઈબ્રીડ મોડ્યુલ હેઠળ ટુર્નામેન્ટમાં ભારતની તમામ મેચ UAEના દુબાઈમાં રમાવાની છે. એવામાં પ્રશ્ન એ છે કે જ્યારે ભારત જ્યારે પાકિસ્તાનમાં રમાવાની જ નથી તો ભારતીય રાષ્ટ્રગીત પ્લે લિસ્ટમાં આવ્યું કઈ રીતે?
આ પણ વાંચો : સાઉથ આફ્રિકા બે મૅચ-વિનર વગર રમ્યું છતાં જીતી ગયું
પાકિસ્તાન મેનેજમેન્ટની આ ભૂલ બાદ ભારતીય યુઝર્સે સોશિયલ મીડિયા પર મજાક ઉડાવવાનું શરૂ કરી દીધું છે.
શુક્રવારે, અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ દરમિયાન મેદાનમાં બિલાડી આવી જવાને કારણે મેચ બે વાર રોકવી પડી હતી.