IND vs PAK: પાકિસ્તાને ટોસ જીત્યો, ભારતની પ્રથમ બોલિંગ | મુંબઈ સમાચાર

IND vs PAK: પાકિસ્તાને ટોસ જીત્યો, ભારતની પ્રથમ બોલિંગ

Champions Trophy 2025, India vs Pakistan: ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેગા મુકાબલો છે. મેચમાં પાકિસ્તાનના કેપ્ટન મોહમ્મ્દ રિઝવાને ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો કર્યો હતો. પાકિસ્તાનની ટીમમાં એક બદલાવ થયો હતો. ફખર જમાનના સ્થાને ઈમામ ઉલ હકનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ભારતીય ટીમમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી.

ભારતની પ્લેઇંગ ઇલેવનઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકિપક), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ

પાકિસ્તાનની પ્લેઈંગ ઈલેવન: ઈમામ-ઉલ હક, બાબર આઝમ, સઈદ શકીલ, મોહમ્મદ રિઝવાન (વિકેટકિપર), સલમાન આગા, તૈયબ તાહિર, ખુશદિલ શાહ, શાહીન આફ્રિદી, નસીમ શાહ, હેરિસ રઉફ, અબ્રાર અહેમદ

આ પણ વાંચો…વિરાટે શેક કરવા માટે આઈસ-પૅકની મદદ કેમ લીધી? ઈજા થઈ છે? આજે રમશે કે નહીં?

બંને દેશોનો એકબીજા સામે કેવો છે રેકોર્ડ
બંને ટીમો અત્યાર સુધીમાં કુલ 135 વખત વન-ડેમાં સામસામે આવી છે. તેમાંથી ભારતે 57 મેચ જીતી છે જ્યારે પાકિસ્તાને 73 મેચ જીતી છે. પાંચ મેચનું કોઈ પરિણામ આવ્યું નથી. જો કે, તટસ્થ સ્થળ પર પાકિસ્તાનની પકડ જબરજસ્ત રહી છે. બંને ટીમો વચ્ચે કુલ 77 વનડે મેચ રમાઈ છે. ભારતે 34 અને પાકિસ્તાને 40 મેચ જીતી હતી. ત્રણ મેચનું કોઈ પરિણામ આવ્યું નથી.

Back to top button