કિંગ કોહલી વિરુદ્ધ સેન્ટનર, વિલિયમસન વિરુદ્ધ વરુણ… જોરદાર રસાકસીની ઘડી આવી ગઈ…
શું તમે આ જાણો છો કે...

દુબઈ: ભારત અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે આજે અહીં (બપોરે 2:00 વાગ્યે ટૉસ અને 2.30 વાગ્યાથી મૅચનો આરંભ) ફાઇનલ જંગ છે અને એમાં કેટલાક મુખ્ય ખેલાડીઓ વચ્ચે જોરદાર રસાકસી જોવા મળશે. 2024ના ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં સાઉથ આફ્રિકાને અને બે અઠવાડિયા પહેલાં પાકિસ્તાનને ભારે પડેલો વિરાટ કોહલી આજે કિવીઓના કેપ્ટન તથા સ્પિનર મિચલ સેન્ટનરનો મુખ્ય ટાર્ગેટ રહેશે. જોકે રચિન રવીન્દ્ર, ગ્લેન ફિલિપ્સ, બ્રેસવેલ તેમ જ મૅટ હેન્રી અને ઑરુરકે જેવા પેસ બોલર પણ કોહલીને અંકુશમાં રાખવા કોઈ કસર બાકી નહીં રાખે.
Also read : નૉકઆઉટમાં ભારત ચડિયાતું, પણ ફાઇનલની વાત આવે ત્યારે…
બીજી તરફ, કેન વિલિયમસનને ભારતનો મુખ્ય સ્પિનર વરુણ ચક્રવર્તી અંકુશમાં રાખી શકે. જોકે બીજા ભારતીય સ્પિનર અક્ષર, જાડેજા, કુલદીપ પણ કેન સહિતના કિવીઓને ભારે પડશે.
આ ઉપરાંત રોહિત શર્માને પણ કિવી બોલર્સ હળવાશથી નહીં લે. શ્રેયસ ઐયર, શુભમન ગિલ અને રાહુલ, હાર્દિક પણ આજે મોટું યોગદાન આપી શકે.
ન્યૂ ઝીલૅન્ડના બેટર્સમાં ટોમ લેથમ છેલ્લા બે વર્ષમાં સ્પિનર્સ સામે સૌથી સારું રમ્યો છે. આ ઉપરાંત ન્યૂ ઝીલૅન્ડ પાસે બીજા ઘણા મેચ વિનર્સ છે.
Also read : ભારત-ન્યૂ ઝીલૅન્ડ વચ્ચેની ફાઇનલમાં રોહિતસેનાનું પલડું ભારેઃ જાણો કેવી રીતે…
શું તમે જાણો છો?
(1) રોહિત શર્મા વિશ્વનો એવો પહેલો કેપ્ટન છે જે આઈસીસીની ચારેય ઇવેન્ટ્સની ફાઇનલમાં પહોંચ્યો છે.
(2) આઈસીસી નોકઆઉટ મૅચોમાં ભારત સામે ન્યૂ ઝીલૅન્ડનો 3-1થી હાથ ઉપર છે.
(3) વર્તમાન ટૂર્નામેન્ટમાં ન્યૂ ઝીલૅન્ડના સ્પિનર્સે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને સાઉથ આફ્રિકા સામેની મૅચોમાં કુલ મળીને 15 વિકેટ લીધી હતી. જોકે બીજી માર્ચે ભારતે જીતેલી મૅચમાં ન્યૂ ઝીલૅન્ડના સ્પિનર ફક્ત બે વિકેટ લઈ શક્યા હતા.
(4) વિરાટ કોહલીને વન-ડે ફોર્મેટના ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનારા બેટર્સમાં બીજું સ્થાન મેળવવા ફક્ત 55 રનની જરૂર છે.
(5) યોગાનુયોગ, વિરાટ કોહલીએ 2023ના વન-ડે વર્લ્ડ કપમાં ન્યૂ ઝીલૅન્ડ સામેની સેમિ ફાઇનલમાં જ સચિન તેંડુલકરનો 49 સેન્ચુરીનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો.
(6) કેન વિલિયમસને ભારત સામે છેલ્લી છ વન-ડેમાં કુલ 333 રન બનાવ્યા છે જેમાં ચાર હાથ સેન્ચુરી સામેલ છે
(7) વર્તમાન ટૂર્નામેન્ટ દરમિયાન દુબઈમાં (પેસ બોલર્સ અને સ્પિનર્સ) બંને પ્રકારના બોલર્સે 30-30 વિકેટ લીધી છે.