IND VS AUD: રોહિત શર્માના એ શોટથી બચવા માટે અમ્પાયરે શું કર્યું, જુઓ વીડિયો?

દુબઇ: ચેમ્પિયન્સ ટ્રોફીની સેમી ફાઇનલમાં આજે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે જોરદાર ટક્કરની મેચ રહી અને વર્લ્ડ કપનો બદલો લેતા રોહિત એન્ડ કંપનીએ ભારતને ચાર વિકેટે વિજય અપાવ્યો પણ આજની મેચમાં રોહિતનો એક વીડિયો જોરદાર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જ્યારે અનેક લોકોએ તેને ટીકાકારોને જવાબ આપતો હોય ગણાવ્યો હતો. જાણીએ રોહિતના શોટની વિગતો.
Also read : રોહિતની ફિટનેસ પરની ટીકાનો રૈનાએ આપ્યો જડબાતોડ જવાબ
હિટમેન રોહિત શર્મા અને શુભમન ગિલની ઓપનિંગ જોડીએ 265 રનનો ટાર્ગેટ ચેઝ કરવા શરૂઆત મજબૂત કરી હતી પણ ગિલ સસ્તામાં આઉટ થયો હતો. પણ રોહિત આક્રમક મૂડમાં જણાયો હતો અને 29 બોલમાં 28 રને આઉટ થયો હતો. પણ નથન એલિસ ઑસ્ટ્રેલિયા વતી છઠ્ઠી ઓવર ફેકી રહ્યો હતો ત્યારે રોહિત સહેજ પીચની આગળ વધીને શાનદાર શોટ માર્યો હતો. બોલ સીધો જ અમ્પાયરની દિશામાં જતા એ જ વખતે તેને પળમાં ઝૂકીને પોતાને બચાવી લીધો હતો. જોકે અમ્પાયર ક્રિસ ગેફનીએ એક સેકન્ડ પણ હટવામાં વિલંબ કર્યો હોત તો જીવ ગુમાવ્યો હોત અથવા ગંભીર પહોંચી હોત. જોકે આ શોટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા પછી લોકોએ હિટમેનના ભારોભાર વખાણ કર્યા હતા.
જોકે આ શોટ ફટકાર્યા પછી રોહિત વધુ સમય ક્રિઝ પર ટક્યો નહોતો. રોહિતને કુપર કોનોલીએ lbw આઉટ કર્યો હતો. કૂપરની ઇન્ટરનેશનલ મેચમાં પહેલી વિકેટ હતી, પણ બેટીંગમાં કોઈ કમાલ કરી શક્યો નહોતો. ઝીરોમાં out થયો હતો પણ રોહિતની વિકેટ ઝડપીને હીરો બની ગયો હતો.