ઇંગ્લૅન્ડ હાર્યું અફઘાનિસ્તાન સામે, પણ દોષનો ટોપલો ભારત પર ઢોળશેઃ ગાવસકર

લાહોરઃ જૉસ બટલરના સુકાનમાં ઇંગ્લૅન્ડની ટીમ બુધવારે અફઘાનિસ્તાન સામેના રોમાંચક મુકાબલામાં મૅચના સેક્નડ-લાસ્ટ બૉલ પર ઑલઆઉટ થઈ જતાં ચૅમ્પિયન્સ ટ્રોફીની બહાર ફેંકાઈ ગઈ એને પગલે ઇંગ્લૅન્ડમાં આ ટીમની ટીકા થઈ જ રહી છે, ભારતના બૅટિંગ-લેજન્ડ સુનીલ ગાવસકર તેમ જ રવિ શાસ્ત્રીએ બ્રિટિશ ટીમ માટે ઘણા કટાક્ષ પણ કર્યા છે. ઇંગ્લૅન્ડના ક્રિકેટરો પરાજય બાદ બહાનાબાજી બતાવતા હોય એવું વર્ષોથી બનતું આવ્યું છે એ બાબતને ધ્યાનમાં રાખીને ગાવસકરે બ્રિટિશ ટીમની ઠેકડી ઉડાવતા કહ્યું છે કે આ ટીમ હવે ખોટેખોટો વિલાપ કરવાનું શરૂ કરી દેશે. તેઓ હારે ત્યારે તેમની પાસે બહાના તૈયાર જ હોય છે. તેઓ એવું નહીં કહે કે તેઓ સારું ન રમ્યા કે સામેવાળી ટીમ સારું રમી. તેઓ તો બીજું ભલતું જ બહાનું કાઢશે.' ગાવસકરે એક શૉ દરમ્યાન પ્રતિક્રિયા આપતા એવું પણ કહ્યું કે
તેઓ ભારત પર પણ દોષનો ટોપલો ઢોળવાનું શરૂ કરી દેશે. તેઓ કહેશે કે ભારત એની બધી મૅચો એક જ સ્થળે (દુબઈમાં) કેમ રમાય છે? અમને કેમ એક જ સ્થળે રમવાનો લાભ નથી મળ્યો?’
આ પણ વાંચો…શોકિંગઃ બ્રાઝિલમાં મેચ પહેલા આર્જેન્ટિનાના બે ફૂટબોલ ચાહકોને ગોળી ધરબી દેવાઇ
અફઘાનિસ્તાને ઇબ્રાહિમ ઝડ્રાનના વિક્રમજનક 177 રનની મદદથી સાત વિકેટે 325 રન બનાવ્યા ત્યાર બાદ ઇંગ્લૅન્ડની ટીમ 49.5 ઓવરમાં 317 રનના સ્કોર પર આઉટ થઈ ગઈ હતી.
રવિ શાસ્ત્રીએ પ્રતિક્રિયામાં કહ્યું કે `હવે ઇંગ્લૅન્ડની કોઈ જ બહાનાબાજી નહીં ચાલે. તેઓ યાદ રાખે કે જ્યારે પણ ભારતીય ઉપખંડમાં રમવાનું આવે ત્યારે એ સ્થિતિને ગંભીરતાથી લઈને રમે.’