Champions Trophy: રોહિત અને શમીની ઈજા સમસ્યા બની શકે છે ? જાણો અપડેટ

દુબઈ: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના ગ્રુપ સ્ટેજમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાનને હરાવીને ભારતીય ક્રિકેટ ટીમે (Indian Cricket Team) સેમી ફાઈનલમાં જગ્યા નક્કી કરી લીધી છે. હવે ટુર્નામેન્ટનો મહત્વનો તબક્કો શરુ થવાનો છે. એ પહેલા ગઈ કાલે ભારત માટે ચિંતાના સમાચાર મળ્યા હતાં. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં કેપ્ટન રોહિત શર્માને હેમસ્ટ્રિંગમાં દુખાવો (Rohit Sharma injury) થયો હતો. ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને પણ પગમાં દુખાવો (Mohammed Shami injury) ઉપડ્યો હતો. મેચ પછી, જ્યારે શ્રેયસ ઐયરને બંનેની ઇજાઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે ઈજા અંગે માહિતી આપી હતી.
પાકિસ્તાનની ઇનિંગ્સની છેલ્લી ઓવરો દરમિયાન રોહિત શર્મા બોલ પકડવા માટે દોડી રહ્યો હતો ત્યારે તેને દોડવામાં તકલીફ પડી રહી હોવાનું જણાયું જતું. કોમેન્ટ્રી કરી રહેલા ડેલ સ્ટેનનું ધ્યાન જતા અનુમાન લગાવ્યું કે રોહિત હેમસ્ટ્રિંગથી પીડા થઇ હોઈ શકે છે. શમી પગની ઘૂંટીની સમસ્યાને કારણે મેદાનની બહાર ગયો હતો, થોડા સમય પછી તે પાછો ફર્યો હતો. જોકે તેણે પૂરી 10 ઓવર નાખી ન હતી.
શ્રેયસ ઐયરે શું કહ્યું?
ભારતીય ટીમના બેટર શ્રેયસ ઐયરને બંને ખેલાડીઓની ફિટનેસ અંગે પ્રશ્ન કરવામાં આવ્યો હતો. ઐયરે કહ્યું કે બંને ખેલાડીઓમાંથી કોઈને ખાસ સમસ્યા નથી.
શ્રેયસ ઐયરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “મારો મતલબ છે કે, મેં તેમની સાથે થોડી વાત કરી હતી, બંને સહજ હતા અને મને નથી લાગતું કે તેમને કોઈ સમસ્યા છે.”
આ પણ વાંચો…ખરું કહું તો આ ટૂર્નામેન્ટમાં હવે અમારા માટે બધું ખતમ થઈ ગયું: પાકિસ્તાન કેપ્ટન રિઝવાન
ભારતીય ટીમ ICC ચેમ્પિયન્સ ટ્રોફીની ગ્રુપ સ્ટેજની ત્રીજી અને છેલ્લી મેચ 2જી માર્ચે ન્યુઝીલેન્ડ સામે દુબઈમાં રમશે. ત્યાર બાદ ભારતીય ટીમ સેમીફાઈનલમાં રમશે. આ દરમિયન ભારતના ઓપનર રોહિત શર્મા અને ફાસ્ટ બોલર શમીનું ફીટ હોવું ખુબ જ અગત્યનું છે.