અમિતાભ અને અનુષ્કાએ આ રીતે ખુશી જતાવી ભારતની જીતની

અભિનેતા અમિતાભ બચ્ચન એક સમયે ભારતની મહત્વની મેચ એવી ખોટી માન્યતાને લીધે ટીવી પર જોતા ન હતા કે તેઓ જે પણ મેચ જૂએ છે તેમાં ભારત હારી જાય છે. તેમણે પોતે સોશિયલ મીડિયા પર આ વાત કહી હતી, પરંતુ ભારતે એમ એસ ધોનીની કેપ્ટનશિપમાં ટી-20 વર્લ્ડ કપ જીત્યો ત્યારે તેમણે મેચ જોઈ હતી અને તેમનો આ વહેમ તૂટી ગયો હતો.
બચ્ચને ગઈકાલે પણ ચેમ્પિયન્સ ટ્રોફીની ભારત-પાકિસ્તાનની મેચ જોઈ હતી અને ભારતની જીત થતા જ મસ્ત ફોટા સાથે ટ્વીટર (એક્સ) પર આનંદ પણ વ્યક્ત કર્યો હતો. ભારતે પાકિસ્તાન સામે ભવ્ય વિજય મેળવ્યો અને સાથે સેમિ પાઈનલમાં પણ પ્રવેશી ગયું. આ મેચમાં વિરાટ કોહલીએ જબરજસ્ત ફોર્મ બતાવ્યું અને પોતાની વન ડે કરિયરની 51મી સદી ફડટાકી હતી.

બચ્ચને ટ્વીટ કરી હતી જીત ગયે. અને સાથે બે ત્રિરંગા પોસ્ટ કર્યા હતા. આ સાથે પોતાને પણ ત્રિરંગા લહેરાવતો ફાઈલ ફોટો પોસ્ટ કર્યો હતો. મેચ દુબઈ ખાતે હતી અને ઘણા ફિલ્મી સ્ટાર સ્ટેડિયમમાં પણ મોજુદ હતા.
આ પણ વાંચો…Champions Trophyમાં ભારતે પાકિસ્તાનને હરાવતાં જ સોશિયલ મીડિયા પર આવ્યું memes નું ઘોડાપૂર
બીજી બાજુ અભિનેત્રી અને વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માએ પણ ખુશી જાહેર કરી ટ્વીટ કરી હતી. અનુષ્કાએ વિરાટને થમ્સ અપ બતાવતો ફોટો પોસ્ટ કર્યો હતો. આ સાથે હાથ જોડતા અને હાર્ટના ઈમોજી પણ પોસ્ટ કર્યા હતા.
જોકે માત્ર અમિતાભ અને અનુષ્કા જ નહીં આખો દેશ ભારતની જીતનો જશ્ન મનાવી રહ્યો છે.