IPL-2024ને લઈને ચેરમેન અરુણસિંહ ધુમાલ કરી આ મહત્ત્વની જાહેરાત…
નવી દિલ્હીઃ સમગ્ર દેશ માટે આવનારું 2024નું વર્ષ ખૂબ જ મહત્ત્વનું સાબિત થવાનું છે રાજકીય દ્રષ્ટિએ પણ અને ક્રિકેટની દ્રષ્ટિએ પણ… ભારતમાં એપ્રિલ-મે મહિનામાં લોકસભાની ચૂંટણી યોજાવવાની છે એટલે આઈપીએલની આગામી સિઝન પણ 2009ની જેમ જ અન્ય દેશમાં રમાય એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે પરંતુ આઈપીએલના ચેરમેને હવે આ બાબતે સ્પષ્ટતા કરતાં મહત્ત્વની માહિતી આપી હતી.
આઈપીએલના ચેરમેન અરુણસિંહ ધુમાલ લોકસભાની ચૂંટણી હોવા છતાં આઈપીએલ ભારતમાં જ રમાશે એ બાબતે આશાવાદી વલણ ધરાવે છે. એક સ્થાનિક અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં ઠાકુરે જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીની આઈપીએલ અસર નહીં જોવા મળે. આઈપીએલ એ દુનિયાની સૌથી મોટી ટી-20 છે. બીસીસીઆઈ માટે સોનાનું ઈંડુ આપતી મરઘી છે આઈપીલ. બોર્ડ દ્વારા એપ્રિલ-મે મહિનામાં આઈપીએલનું આયોજન કરવા માટે વર્લ્ડકપની તારીખોમાં પણ બદલી નાખી હતી.
બીસીઆઈ પાસે 2024માં યોજાના આઈપીએલનું આયોજન કરવા માટે પૂરતો સમય છે. તેમ છતાં આઈપીએલની સિઝન જો ભારતમાં નહીં રમાય તો બીસીસીઆઈ પાસે દ. આફ્રિકા અને યુએઈનો વિકલ્પ ખુલ્લો જ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 2009ની સિઝન લોકસભાની ચૂંટણીને કારણે આઈપીએલ દ.આફ્રિકામાં રમાઈ હતી. 2014માં આઈપીએલની કેટલીક મેચ યુએઈમાં રમાડવામાં આવી હતી. ત્યાર બાદ 2020માં પણ કોરોના મહામારીને કારણે આઈપીએલની સિઝન યુએઈમાં જ રમાઈ હતી. આ બંને દેશોએ આઈપીએલને કારણે સારી એવી કમાણી કરી હતી.
પરંતુ આ બઝા વચ્ચે આઈપીએલના ચેરમેન અરુણસિંહ ધુમાલને આઈપીએલ વિદેશમાં રમાડવામાં આવે એ યોગ્ય નથી લાગતું અને એટલે જ તેમણે આઈપીએલ ભારતમાં જ આયોજિત કરવાનું પ્લાનિંગ પણ શરૂ કરી દીધું છે.