સ્પોર્ટસ

CAS એ વિનેશ ફોગાટની અપીલ નકારી, IOAએ વધુ કાયદાકીય લડત આપશે

પેરિસ ઓલિમ્પિકમાં 50kg રેસલિંગની ફાઈનલ મેચ માટે ગેરલાયક ઠર્યા બાદ વિનેશ ફોગાટ(Vinesh Phogat)ને ગોલ્ડ મેડલ મળવાની આશા પર પાણી ફરી વળ્યું હતું. હવે વિનેશને સિલ્વર મેડલ મળે એવી શક્યતા પણ લગભગ સમાપ્ત થઈ ગઈ છે. કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS) એ બુધવારે એક નિવેદન બહાર પાડ્યું હતું જેમાં ફોગાટ દ્વારા 7 ઓગસ્ટના રોજ દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દેવાની પુષ્ટિ કરવામાં આવી હતી.

પેરિસ ઓલિમ્પિક(Paris Olympic)માં મહિલાઓની 50 કિગ્રા ઈવેન્ટમાં સિલ્વર મેડલ માટેની વિનેશ ફોગાટની અરજી CASએ ફગાવી દીધા બાદ ભારતીય ઓલિમ્પિક એસોસિએશન(IOA)એ કહ્યું કે વધુ કાનૂની વિકલ્પોની શોધખોળ કરી રહ્યું છે.
CASના ચુકાદા બાદ, IOA પ્રમુખ પી.ટી. ઉષાએ “આઘાત અને નિરાશા” વ્યક્ત કરી હતી. IOA તરફથી એક સત્તાવાર નિવેદનમાં, CAS ના નિર્ણય પર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. CASએ યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ (UWW) અને ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) ની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.

| Aslo Read: કરોડોની માલિક છે Vinesh Phogat, જાણો કેટલી છે કુલ નેટવર્થ…

IOA એ નિવેદનમાં જણાવ્યું હતું કે “પેરિસ ઓલિમ્પિક ગેમ્સ 2024માં મહિલાઓની 50 કિગ્રા વર્ગમાં સિલ્વર મેડલ એનાયત કરવાની વિનેશની અરજીને ફગાવી દેતા 14 ઓગસ્ટના નિર્ણયનો ઓપરેટિવ ભાગ રમતગમત સમુદાય પર મોટા પાયે અસરો કરશે.”

નિવેદનમાં જણાવવામાં આવ્યું કે “100 ગ્રામના સમાન્ય ફરક અને ત્યાર બાદ ચુકાદાની ઊંડી અસર થઇ છે, માત્ર વિનેશની કારકિર્દીના સંદર્ભમાં જ નહીં પરંતુ અસ્પષ્ટ નિયમો અને તેમના અર્થઘટન વિશે પણ ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.”

અપીલમાં, વિનેશે માંગ કરી હતી કે તેને ક્યુબાની રેસલર યુસ્નેલીસ ગુઝમેન લોપેઝ સાથે સંયુક્ત સિલ્વર મેડલ આપવામાં આવે, જે સેમિફાઇનલમાં તેની સામે હારી ગઈ હતી. પરંતુ વિનેશ ગેરલાય ઠર્યા બાદ તેને ફાઈનલ મુકાબલામાં બઢતી આપવામાં આવી હતી. વિનેશને ફાઇનલમાં ભાગ લેવાથી પ્રતિબંધિત કરવામાં આવી હતી કારણ કે તેનું વજન માત્ર 100 ગ્રામ જેટલું હતું; અમેરિકન સારાહ એન હિલ્ડેબ્રાન્ડે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

| Also Read: Vinesh Phogat: CASના નિર્ણયમાં કેમ થઈ રહ્યો છે વિલંબ? કોને થશે ફાયદો? જાણો

IOAએ કહ્યું કે “વિનેશનો કેસ અમાનવીય નિયમોને હાઇલાઇટ કરે છે. આ નિયમોને કારણે એથ્લેટ્સ, ખાસ કરીને મહિલા એથ્લેટ્સ શારીરિક અને મનોવૈજ્ઞાનિક તાણમાંથી પસાર થાય છે, તેને ધ્યાનમાં લેવામાં નથી આવી રહ્યું.”

IOA એ જણવ્યું કે “સીએએસના આદેશના બાદ પણ, IOA ફોગાટના સંપૂર્ણ સમર્થનમાં છે અને વધુ કાનૂની વિકલ્પોની શોધી રહ્યા છીએ છે. IOA એ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે કે વિનેશના કેસની સુનાવણી થાય. અમે ન્યાય હિમાયત કરવાનું ચાલુ રાખીશું.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button