ન્યૂ લુક સાથે આવેલા અલ્કારાઝે ચાહકોને પૂછ્યું, ` તમને મારી નવી હૅર-કટ ગમી?'
સ્પોર્ટસ

ન્યૂ લુક સાથે આવેલા અલ્કારાઝે ચાહકોને પૂછ્યું, ` તમને મારી નવી હૅર-કટ ગમી?’

ન્યૂ યૉર્કઃ ટેનિસની વર્ષની છેલ્લી ગ્રેન્ડ સ્લૅમ સ્પર્ધા યુએસ ઓપનની શરૂઆતમાં ઘણું નવું બની રહ્યું છે અને એમાં સ્પેનના વર્લ્ડ નંબર-ટૂ ખેલાડી કાર્લોસ અલ્કારાઝ(Carlos Alcaraz)નું ન્યૂ લુક સૌથી વધુ ચર્ચામાં છે. ઍલેક્ઝાંન્ડ્રા ઇયાલા ગ્રેન્ડ સ્લૅમની મૅચ જીતનારી ફિલિપીન્સની પ્રથમ મહિલા ખેલાડી બની છે.

જ્યારે રશિયાના ડૅનિલ મેડવેડેવની મૅચ એક ફોટોગ્રાફર ટેનિસ કોર્ટ પર આવી ગયા પછી વિલંબમાં મુકાઈ હતી વગેરે બનાવો આ વખતની યુએસ ઓપનના આરંભના ચર્ચાસ્પદ થયા છે ત્યાં હવે અલ્કારાઝની નવી હૅર-કટે (Hair Cut) લોકોને ગાંડા કરી દીધા છે.

અલ્કારાઝ (Alcaraz) સોમવારે પ્રથમ રાઉન્ડની મૅચ જીતી ગયો હતો. એમાં તેણે રિલી ઑપેલ્કાને 6-4, 7-5, 6-4થી હરાવી દીધો હતો. તે 2022માં યુએસ ઓપન (US Open)નું ટાઇટલ જીત્યો હતો. એ તેનું સૌથી પહેલું ગ્રેન્ડ સ્લૅમ ટાઇટલ હતું. તે કુલ મળીને પાંચ ગ્રેન્ડ સ્લૅમ તાજ જીતી ચૂક્યો છે.

carlos alcaraz new haircut

અલ્કારાઝ હજી ગયા અઠવાડિયે એક મૅચ રમ્યો ત્યારે તેની હૅર-સ્ટાઇલ રાબેતામુજબની હતી, પણ સોમવારે તેની નવી હૅર-કટ જોઈને સૌ ચોંકી ગયા હતા. ખુદ અલ્કારાઝે મૅચ જીતી લીધા પછીના ઇન્ટરવ્યૂમાં ચાહકોને પૂછ્યું, શું તમને મારી નવી હૅર-કટ ગમી?’

ટેનિસપ્રેમીઓએ સાગમટે સકારાત્મક રીતે બૂમો પાડીને બધાને તેની હૅર-કટ પસંદ પડી એવો સંકેત આપ્યો હતો. અલ્કારાઝે ઇન્ટરવ્યૂ લેનારને કહ્યું, મને લાગે છે કે સૌને મારી નવી હૅર-કટ ગમી છે.’

જોકે અલ્કારાઝના જ એક ટેનિસ ખેલાડી મિત્રને તેની આ હૅર-સ્ટાઇલ જરાય પસંદ નથી પડી. ફ્રાન્સિસ ટિયાફૉએ સવાલ પૂછવામાં આવતાં કહ્યું, ` અલ્કારાઝની નવી હૅર-કટ ભયંકર છે. મને જરાય ન ગમી. કોણ જાણે કોણે તેને આવી હૅર-સ્ટાઇલની ભલામણ કરી હશે! જે કંઈ હોય, કાર્લોસ અલ્કારાઝ મારો મિત્ર છે એટલે હું વધુ કંઈ નહીં કહું.’

આ પણ વાંચો…સૌથી લાંબી ફ્રેન્ચ ઓપન ફાઈનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન કાર્લોસ અલ્કારાઝ ફરી વિજેતા

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button