
લખનઊ: મુંબઈ ઇન્ડિયન્સની ટીમ મંગળવારે લખનઊ સુપર જાયન્ટ્સ સામેના પરાજયને પગલે એક્ઝિટની વધુ નજીક પહોંચી હતી, પરંતુ સૌથી વધુ 14 વિકેટ લેવા બદલ ટીમનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પર્પલ કૅપ જીતી ચૂક્યો છે.
ગળવારે હારવા છતાં બુમરાહે ડ્રેસિંગ રૂમમાં પાછા જતી વખતે મોટું દિલ રાખીને બાળ ચાહકને ખુશ કરી દીધો હતો.
બુમરાહ ડ્રેસિંગ રૂમના પગથિયા ચડી રહ્યો હતો ત્યારે નજીકમાં ઊભેલા એક છોકરાએ તેને બુમરાહ સર કહીને બોલાવ્યો હતો. બુમરાહે તરત તેને કહ્યું, ટૉપી ચાહિયે? એવું બોલીને બુમરાહે તેને પોતાની પર્પલ કૅપ આપી દીધી. ત્યાર બાદ બુમરાહે તેને ઑટોગ્રાફ પણ આપ્યો હતો અને કૅપ તેમ જ ઑટોગ્રાફ લીધા બાદ એ છોકરો એકદમ ખુશ થઈને કૂદ્યો હતો અને સ્ટૅન્ડમાં ઉપર ગયા બાદ ઠેકડા મારતો પાછો નીચે આવ્યો હતો.
બુમરાહે 10 મૅચમાં 14 વિકેટ માત્ર 256 રનના ખર્ચે લીધી છે. તેના ઉપરાંત મુસ્તફિઝૂર રહમાન અને હર્ષલ પટેલે પણ 14-14 વિકેટ લીધી છે. જોકે એ બે બોલર્સે બુમરાહ કરતાં વધુ રન આપ્યા છે.
યૉર્કર-સ્પેશિયાલિસ્ટ બુમરાહ વિશ્ર્વના શ્રેષ્ઠ બોલર્સમાં ગણાય છે.