બુમરાહ કેમ મેદાનની બહાર જતો રહ્યો? વિરાટે કેપ્ટન્સી સંભાળવી પડી…
સિડની: ઑસ્ટ્રેલિયા સામેની છેલ્લી ટેસ્ટમાં આજે બીજા દિવસે કાર્યવાહક કેપ્ટન જસપ્રીત બુમરાહને ઈજા થતાં તેને સ્કૅન માટે તાબડતોબ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : રોહિત શર્મા ખુદ ટીમની બહાર થયો કે કરી દેવામાં આવ્યો?
બુમરાહની ગેરહાજરીમાં સુકાનની જવાબદારી વિરાટ કોહલીએ સંભાળી હતી.
સિરીઝના તમામ બોલર્સમાં બુમરાહની 32 વિકેટ હાઈએસ્ટ છે. ભારતીય ટીમને શ્રેણીની હારથી બચાવવાનો તેના પર બોલર તરીકે જબરદસ્ત બોજ છે એવામાં રોહિત શર્માના ખરાબ ફોર્મ બદલ આ મૅચમાંથી આરામ લઈ લેતાં સુકાનની જવાબદારી બુમરાહ પર આવી પડી અને હવે તેને ઈજા નડી છે.
બુમરાહે આ દાવમાં 10 ઓવર બોલિંગ કરી છે જેમાં તેણે 33 રનમાં ઉસ્માન ખ્વાજા (બે રન) અને માર્નસ લાબુશેન (બે રન)ની વિકેટ લીધી છે.
આ પણ વાંચો : બુમરાહે ખ્વાજાને આઉટ કરીને જાડેજાના કયા ભારતીય વિક્રમની બરાબરી કરી?
બુમરાહને ટ્રેઈનીંગ કિટમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. તે લંચ અગાઉ 30 મિનિટ પહેલાં મેદાનની બહાર જતો રહ્યો હતો. જમ્યા બાદ પાછો રમવા આવ્યો હતો, પણ એક જ ઓવર બોલિંગ કરીને પૅવિલિયનમાં જતો રહ્યો હતો.