બુમરાહે રચ્યો નવો ઇતિહાસ: ઘરઆંગણે આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય ફાસ્ટ બોલર

અમદાવાદઃ એશિયા કપમાં ભારત ચેમ્પિયન બન્યા પછી હવે ઘરઆંગણે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ટેસ્ટ સિરીઝનો પ્રારંભ થયો છે. આજે ભારતે આક્રમક રીતે બોલિંગ કરીને 44.1 ઓવરમાં 162 રનના સ્કોરે કેરેબિયનને પેવેલિયન ભેગા કર્યા હતા. ટીમ ઈન્ડિયાવતીથી મજબૂત બોલિંગ કરવામાં મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ રહ્યા હતા. બંનેએ અનુક્રમે ચાર-ત્રણ વિકેટ ઝડપી હતી. જોકે, બુમરાહે ઝડપેલી ત્રણ વિકેટ સાથે ભારતમાં ફાસ્ટ બોલર તરીકે વધુ વિકેટ ઝડપવાનો પણ નવો રેકોર્ડ બનાવ્યો છે. આજની મેચમાં કુલદીપ યાદવે બે અને વોશિંગ્ટન સુંદરે એક વિકેટ ઝડપી હતી.
બુમરાહે શું કરી કમાલ?
જસપ્રીત બુમરાહે વેસ્ટ ઈન્ડિઝ સામે પહેલી ઈનિંગમાં ત્રણ વિકેટ ઝડપી, જેમાં જોન કેમ્પેબલ, જસ્ટિન ગ્રીવ્સ અને જોહાન લેનને પેવેલિયન ભેગા કર્યા હતા. એની સાથે બુમરાહે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતના ઘરઆંગણે 50 વિકેટ ઝડપી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પચાસ વિકેટ લેનાર પ્રથમ ફાસ્ટ બોલર બન્યો છે, જ્યારે એના પહેલા વિકેટ લેનારા બોલરમાં 149 વિકેટ અને રવિન્દ્ર જાડેજા (94) વિકેટ ઝડપી છે, જેમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પચાસથી વધુ વિકેટ ઝડપી છે, પરંતુ આ બંને સ્પિનર છે.
આ પણ વાંચો: બુમરાહ બન્ને ટેસ્ટ રમશેઃ ઈશ્વરનની જરૂર પડશે તો તાબડતોબ મોકલવામાં આવશે
45 રન આપીને 6 વિકેટ ઝડપવાનું શ્રેષ્ઠ પ્રદર્શન
જસપ્રીત બુમરાહે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ઘરઆંગણે 13 મેચ રમ્યો છે, જેમાં પોતાના નામે પચાસ વિકેટ ઝડપી છે. એક ઈનિંગમાં પણ 45 રન આપીને છ વિકેટ ઝડપવાનું પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. બુમરાહના યોર્કર બોલથી ભલભલા બેટર પણ કાંપતા હોય છે, જ્યારે બોલ્ડ કરવાની પણ તેની એક અલગ આક્રમકતા છે. આજની મેચમાં પણ બે જણ (જોહાન લેન અને જસ્ટિન ગ્રીવ્સ)ને બોલ્ડ કર્યા હતા.
ભારતવતીથી ટેસ્ટમાં 200 વિકેટ ઝડપવાનો રેકોર્ડ
જસપ્રીત બુમરાહની ગણતરી હવે ભારતના શ્રેષ્ઠ ફાસ્ટ બોલત તરીકે પણ થાય છે, જેની બોલિંગના જોરે પણ ટીમ ઈન્ડિયાએ જીત મેળવવાના પણ અનેક કિસ્સા નોંધાયેલા છે. 2018માં ટેસ્ટમાં ડેબ્લૂય કર્યું હતું, ત્યારપછી કુલ 49 ટેસ્ટમાં કુલ 222 વિકેટ ઝડપી છે, જેમાં પંદર વખત પાંચ વિકેટ લીધી હતી.