સ્પોર્ટસ

બૉક્સરે સાથીની જ બૅગમાંથી પૈસા ચોરી લીધા!

કરાચી: પાકિસ્તાનના બે મુક્કાબાજ એક ટૂર્નામેન્ટમાં ભાગ લેવા પોતાના દેશમાંથી ઇટલી જવા સાથે રવાના થયા હતા, પણ બેમાંથી એક બૉક્સરે બીજાની સાથે એવી દગાબાજી કરી કે એને પાકિસ્તાનના ખેલકૂદપ્રેમીઓ ક્યારેય નહીં ભૂલે.

ઝોહેબ રાશીદ નામનો બૉક્સર ઑલિમ્પિક્સમાં ક્વૉલિફાય થવા માટેની સ્પર્ધામાં ભાગ લેવા ઇટલી ગયો હતો. જોકે લૉરા ઇકરામ નામની મહિલા મુક્કાબાજ તાલીમ માટે હોટેલમાંની પોતાની રૂમની બહાર ગઈ હતી ત્યારે ઝોહેબે ફ્રન્ટ ડેસ્ક પરથી સાથી બૉક્સરની રૂમની ચાવી મેળવી હતી અને રૂમમાં જઈ તેના પર્સમાંથી વિદેશી ચલણ ચોરી લીધા હતા અને હોટેલમાંથી ભાગી ગયો હતો.

પાકિસ્તાનના બૉક્સિગં ફેડરેશને આ ઘટનાને પોતાની સંસ્થા માટે તેમ જ સમગ્ર દેશ માટે શરમજનક ઘટના ગણાવી હતી.
ઝોએબ ગયા વર્ષે એશિયન બૉક્સિગં ચૅમ્પિયનશિપમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો અને તેની ગણના પાકિસ્તાનની ઊભરતી ટૅલન્ટ તરીકે થતી હતી.

પોલીસ ઝોએબને શોધી રહી છે. પાકિસ્તાનનો કોઈ ઍથ્લીટ નૅશનલ ટીમ સાથે વિદેશમાં ગયો હોય અને વધુ સારા ભાવિની આશાએ એ જ દેશમાં ક્યાંક ગુમ થઈ ગયો હોય એવો આ પ્રથમ બનાવ નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button