સેન્ટ્રલ ઝોન 678 રનથી અને નોર્થ ઝોન 563 રનથી આગળ | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

સેન્ટ્રલ ઝોન 678 રનથી અને નોર્થ ઝોન 563 રનથી આગળ

દુલીપ ટ્રોફીમાં બન્ને ટીમ સેમિમાં જવાની તૈયારીમાં

બેંગલૂરુઃ સેન્ટ્રલ ઝોને ચાર દિવસીય દુલીપ ટ્રોફી (Duleep trophy) ક્વૉર્ટર ફાઇનલમાં પ્રથમ દાવમાં ડેનિશ માલેવારના 203 રન (રિટાયર્ડ આઉટ) તથા કૅપ્ટન રજત પાટીદારના 125 રનની મદદથી 532/4નો સ્કોર નોંધાવ્યો ત્યાર બાદ નોર્થ ઈસ્ટ ઝોનની ટીમ ફક્ત 185 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી અને શનિવારે ત્રીજા દિવસે બીજા દાવમાં સેન્ટ્રલની ટીમે શુભમ શર્મા (Shubhman sharma)ના 122 રન, યશ રાઠોડના 78 રન અને પાટીદારના 66 રનની મદદથી બીજો દાવ (331/7) પણ ડિક્લેર કરીને મૅચમાં કુલ 678 રનની સરસાઈ લીધી હતી.

નોર્થ ઈસ્ટ ઝોનને 679 રનનો તોતિંગ લક્ષ્યાંક મળ્યો છે. રવિવારે અંતિમ દિવસે નોર્થ ઈસ્ટ ઝોનના વિજયની કોઈ જ સંભાવના નથી, પરંતુ સેન્ટ્રલ ઝોન જીતી શકે અથવા પ્રથમ દાવની 347 રનની સરસાઈને આધારે સેમિ ફાઇનલમાં જઈ શકે.

Image credit: PTI

બીજી ક્વૉર્ટર ફાઇનલમાં નોર્થ ઝોનના 405 રનના જવાબમાં ઈસ્ટ ઝોને 230 રન કર્યા હોવાથી નોર્થ ઝોનને 175 રનની સરસાઈ મળી હતી. બીજા દાવમાં નોર્થ ઝોને બે વિકેટે 388 રન કર્યા જેમાં કૅપ્ટન અંકિત કુમારના અણનમ 168 રન અને યશ ધુલના 133 રન સામેલ હતા. બન્ને વચ્ચે 240 રનની ભાગીદારી થઈ હતી.

નોર્થ ઝોનનો આયુષ બદોની 56 રને રમી રહ્યો હતો. સરસાઈ સહિત નોર્થ ઝોનની ટીમ કુલ 563 રનથી આગળ છે અને આજે નોર્થ ઝોનની ટીમ સેમિ ફાઇનલમાં પહોંચવાની તૈયારીમાં છે.

આ પણ વાંચો…દુલીપ ટ્રોફીમાં ગિલ-જુરેલ ન રમી શક્યા, શમીને મહા મહેનતે એક વિકેટ મળી

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button