સ્પોર્ટસ

French Open: બોપન્ના-એબ્ડેનની જોડીને ચાર મહિનામાં બીજું ટાઇટલ જીતવાનો મોકો, માત્ર બે ડગલાં દૂર

પૅરિસ: ભારતીય ટેનિસના હાલના સર્વોચ્ચ ખેલાડી રોહન બોપન્ના (Rohan Bopanna)ને અહીં ફ્રેન્ચ ઓપનમાં ડબલ્સનું ટાઇટલ જીતવા બે વર્ષ બાદ ફરી સુવર્ણ મોકો મળ્યો છે. બુધવારે તે અને ઑસ્ટ્રેલિયાનો મૅથ્યૂ એબ્ડેન (Matthew Ebden)ની જોડીએ ક્વૉર્ટર ફાઇનલમાં વિજય મેળવીને સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

2022માં બોપન્ના અને મૅટ્વી મિડેલકૂપની જોડી સેમિ ફાઇનલમાં હારી જતાં બોપન્નાને ત્યારે ફાઇનલમાં નહોતું પહોંચવા મળ્યું, પણ આ વખતે ફરી તક મળી છે. તે ફ્રેન્ચ ઓપનના પ્રથમ ટાઇટલથી માત્ર બે ડગલાં દૂર છે.

આ પણ વાંચો: Davis Cup….ભારતીય ટેનિસ ખેલાડીઓ 60 વર્ષે પાકિસ્તાનમાં, શનિવારે ડેવિસ કપની પહેલી મૅચ રમશે

બોપન્ના અને એબ્ડેને બુધવારે બેલ્જિયમના સૅન્ડર જિલ અને જૉરાન વિલેજેનને 7-3, 5-7, 6-1થી હરાવી દીધા હતા.
44 વર્ષનો બોપન્ના ચાર મહિના પહેલાં મેલબર્નની ઑસ્ટ્રેલિયન ઓપનમાં મૅથ્યૂ એબ્ડેન સાથેની જોડીમાં ચૅમ્પિયન બન્યો હતો. એ જોતાં, તેમને હવે ફ્રેન્ચ ઓપનમાં જોડીમાં બીજું ટાઇટલ જીતવાનો પણ સારો મોકો મળ્યો છે.

બુધવારે તેમણે પ્રથમ સેટ જીતી લીધો ત્યાર બાદ બેલ્જિયમની જોડીએ બીજો સેટ જીતી લીધો હતો. જોકે બોપન્ના-એબ્ડેને જોરદાર કમબૅક કરીને ત્રીજો સેટ આસાનીથી જીતીને સેમિમાં એન્ટ્રી કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button