ભાજપના આ એમએલએ હતા આઈપીએલમાં વિરાટની વિકેટ લેનાર પ્રથમ બોલર…
નવી દિલ્હી: ક્રિકેટ જગતના સૌથી મોટા નામોમાં વિરાટ કોહલીનું નામ અચૂક લેવામાં આવે છે અને હાલમાં તે ફરી ફોર્મમાં આવવા સંઘર્ષ કરી રહ્યો છે એવામાં તે 2008ની સૌપ્રથમ આઈપીએલમાં જે પહેલી મૅચ રમ્યો ત્યારે એમાં તેની વિકેટ લેનાર બોલરનું નામ હમણાં ચર્ચામાં છે.
Also read : `ચૅમ્પિયન્સ ટ્રોફી જીતવી પૂરતી નથી, ભારતને તો હરાવજો જ’ એવું કોણે કહ્યું જાણો છો?
2008માં બેંગ્લૂરુ વતી રમવાનું શરૂ કરનાર કોહલીને ત્યારે કોલકાતાના અશોક ડિન્ડાએ તેના એક રનના સ્કોર પર ક્લીન બોલ્ડ કર્યો હતો.રાઈટ-આર્મ ફાસ્ટ બોલર અશોક ડિન્ડાએ એ મૅચમાં આરસીબીના વસીમ જાફરની પણ વિકેટ લીધી હતી. ડિન્ડાએ ત્યારે નવ રનમાં બે વિકેટ લીધી હતી અને કલકત્તાએ બેંગ્લૂરુને 82 રનમાં આઉટ કરીને 140 રનથી વિજય મેળવ્યો હતો.
ડિન્ડાને આઇપીએલમાં ડેબ્યૂ થયા પછી ભારત વતી ટી-20 અને વન-ડેમાં રમવા મળ્યું હતું. ટેસ્ટ મૅચ રમવાનો તેને ક્યારેય મોકો નહોતો મળ્યો.ડિન્ડાએ 2021માં નિવૃત્તિ જાહેર કરી હતી અને રાજકારણમાં ઝુકાવ્યું હતું. પશ્ચિમ બંગાળ વિધાનસભાની મોઇના બેઠક પરથી તે ચૂંટણી લડ્યો હતો અને જીતી ગયો હતો.
Also read : ચૅમ્પિયન્સ ટ્રોફીમાં કયા સ્ટાર ખેલાડીઓ નથી રમવાના? કયા દેશોને નુકસાન થવાનું છે?
કોહલી માટે 2016ની આઇપીએલ સર્વશ્રેષ્ઠ હતી જેમાં તેણે વિક્રમજનક કુલ 973 રન બનાવ્યા હતા.