સ્પોર્ટસ

ચેસમાં મોટો અપસેટ: ભારતીય ખેલાડીએ વર્લ્ડ નંબર-થ્રીને હરાવ્યો

ટૉરન્ટો: 2013માં વિશ્ર્વનાથન આનંદને હરાવીને દસ વર્ષ સુધી ચેસના વિશ્ર્વવિજેતાપદે બિરાજમાન થયા પછી તાજેતરમાં જ ફરી વર્લ્ડ ચૅમ્પિયન બનવાની હોડમાંથી બહાર નીકળી જનાર નોર્વેના મૅગ્નસ કાર્લસને હજી બે દિવસ પહેલાં જ મહારાષ્ટ્રના ટૅલન્ટેડ ચેસ પ્લેયર વિદિત ગુજરાતી માટે કહ્યું હતું કે તે કૅનેડામાં ચાલી રહેલી કૅન્ડિડેટ્સ ટૂર્નામેન્ટમાં ચૅમ્પિયન બની શકે એવી કોઈ જ સંભાવના નથી. જોકે વિદિતે શુક્રવારે વર્લ્ડ નંબર-થ્રી પ્લેયર અમેરિકાના હિકારુ નાકામુરાને આંચકો આપીને સૌ કોઈને વિચારતા કરી દીધા છે.

જાપાનમાં જન્મેલા અને અમેરિકામાં સ્થાયી થયેલા નાકામુરા વધુપડતા સંરક્ષણાત્મક અભિગમ સાથે રમતો હતો અને આક્રમક વલણ અપનાવીને વિદિતે તેની ડિફેન્સ તોડી હતી અને છેવટે તેને હરાવી દીધો હતો.
વિદિત સંતોષ ગુજરાતી નાસિકમાં રહે છે. તે 29 વર્ષનો છે અને વર્લ્ડ રૅન્કિંગમાં પચીસમા નંબર પર છે.

આપણ વાંચો: Chess championship: આ કારણે કેનેડામાં યોજાનારી ટોચની ચેસ ટુર્નામેન્ટ પર જોખમ

બીજી બાજુ, ભારતના જ ડી. ગુકેશે આર. પ્રજ્ઞાનાનંદને હરાવી દીધો હતો. મેન્સની અન્ય બે મૅચમાં ટૉપ-સીડેડ અમેરિકાના ફૅબિયાનો કૅરુઆનાએ અઝરબૈજાનના નિજાત અબાસોવને અને રશિયાના ઇયાન નેપોમ્નીઆચીએ ફ્રાન્સના ફિરૌઝા અલીરેઝાને પરાસ્ત કર્યો હતો.

વિદિત તેમ જ ગુકેશ સહિત અન્ય ચાર ખેલાડી હાલમાં પૉઇન્ટ્સ-ટેબલમાં 1.5 પૉઇન્ટ સાથે મોખરે છે. નાકામુરાની જેમ પ્રજ્ઞાનાનંદનો હજી માત્ર અડધો પૉઇન્ટ છે.

મહિલાઓમાં ભારતની આર. વૈશાલી (પ્રજ્ઞાનાનંદની મોટી બહેન) રસાકસીભરી ગેમમાં ચીનની ઝોન્ગ્યી ટૅન સામે હારી ગઈ હતી, પરંતુ કોનેરુ હમ્પીએ રશિયાની કેટરિના લૅગ્નો સામેની ગેમ ડ્રૉ કરાવીને પરાજય ટાળ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button