વાનખેડેની પિચમાં થયા મોટા ફેરફાર, કોને થશે ફાયદો?

વાનખેડેની પિચમાં થયા મોટા ફેરફાર, કોને થશે ફાયદો?

મુંબઈ: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની આજની સેમીફાઈનલ મેચમાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમની પિચનો મિજાજ થોડો બદલાયેલો જોવા મળી શકે છે. આ મેદાન પર યોજાયેલી વર્લ્ડ કપ 2023ની અગાઉની મેચોની તુલનામાં પિચ થોડી અલગ રીતે વર્તી શકે છે. અહેવાલો અનુસાર વાનખેડેની પિચમાંથી મોટા ભાગનું ઘાસ દૂર થઈ ગયું છે.

વાનખેડેની જે પીચ પર ભારત-ન્યૂઝીલેન્ડ સેમિફાઇનલ મેચ રમાશે તે ઘાસ હટવાને કારણે ધીમી પડી જશે. એટલે કે ફાસ્ટ બોલરો કરતાં સ્પિનરો અહીં વધુ અસરકારક સાબિત થઈ શકે છે. જો કે આ પીચમાંથી વધારે સ્પિન મળવાની શક્યતા પણ ઓછી છે.

જાણકારોનો મત મુજબ ધીમી પીચના કારણે ભારતીય ટીમને વધુ ફાયદો થશે. ભારતીય મેદાનો પરની પિચો સામાન્ય રીતે ધીમી હોય છે. આવી સ્થિતિમાં ભારતીય ખેલાડીઓને આ ધીમી પીચો પર રમવાની આદત છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, ટીમ ઈન્ડિયાએ આ ધીમી પિચો પર વિરોધી ટીમો સામે ઘણી મેચોમાં હાર આપી છે.

વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધી વાનખેડે ખાતે ચાર મેચ રમાઈ છે. આ ચારેય મેચ પણ ડે-નાઈટ હતી. આ તમામ મેચોમાં પિચ એકસરખી રહી. અહીં પ્રથમ બેટિંગ કરતી ટીમોએ મોટો સ્કોર બનાવ્યો અને જવાબમાં સ્કોરનો પીછો કરતી ટીમ જલદી આઉટ થઈ ગઈ હતી. બપોર પછી અહીં બેટિંગ કરવી સરળ હતી પરંતુ બીજી ઈનિંગમાં રાત્રે નવો બોલ વધુ  સ્વિંગ થતો જોવા મળ્યો હતો.

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button