બસ ડ્રાઇવરની પુત્રી પ્રણતિ નાયક જિમ્નૅસ્ટિક્સના વર્લ્ડ કપમાં ફરી બ્રૉન્ઝ જીતી

keywords…
નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળની 29 વર્ષની જિમ્નૅસ્ટ પ્રણતિ નાયક તુર્કીમાં આયોજિત એફઆઇજી આર્ટિસ્ટિક જિમ્નૅસ્ટિક્સ વર્લ્ડ કપમાં ત્રીજા ક્રમે આવીને ફરી એકવાર બ્રૉન્ઝ મેડલ જીતી છે. તેના પિતા 2017ની સાલ સુધી રાજ્યના બસ પરિવહન વિભાગમાં બસ ડ્રાઇવર તરીકેની નોકરી કરતા હતા. પ્રણતિની મમ્મી ગૃહિણી છે.
પ્રણતિ ટોક્યો ઑલિમ્પિક્સમાં પણ ભાગ લઈ ચૂકી હતી.
તુર્કીના વર્લ્ડ કપમાં તેણે વૉલ્ટ વર્ગની ફાઇનલમાં 13.417 પૉઇન્ટ મેળવ્યા હતા અને ત્રીજા સ્થાને રહી હતી. તે ગયા વર્ષે પૅરિસમાં આ જ સ્પર્ધામાં વૉલ્ટ કૅટેગરીમાં કાંસ્યચંદ્રક જીતી હતી.
પ્રણતિએ બ્રૉન્ઝ જીત્યા બાદ ઇન્ટરવ્યૂમાં કહ્યું, `વર્ષની શરૂઆત મેં આ બહુમૂલ્ય મેડલ સાથે કરી એ બદલ ગૌરવ અને આનંદ અનુભવું છું. હવે હું એશિયન ચૅમ્પિયનશિપમાં અને વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં મેડલ જીતવા માગું છું.
પ્રણતિને ઈજાને કારણે ખૂબ પરેશાન થવું પડ્યું છે. જોકે કોચ અશોક કુમાર મિશ્રાના સપોર્ટથી તે એ નિરાશામાંથી બહાર આવી અને ઉપરાઉપરી બે વર્ષમાં વર્લ્ડ કપની સ્પર્ધાના બ્રૉન્ઝ જીતી છે.