ચેન્નઇઃ ન્યૂઝીલેન્ડને વર્લ્ડ કપમાં મોટી રાહત મળી છે. ટીમની આગામી મેચ 13 ઓક્ટોબર, શુક્રવારે ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં બાંગ્લાદેશ સામે રમાશે. આ મેચ અગાઉ ન્યૂઝીલેન્ડ ટીમનો કેપ્ટન કેન વિલિયમ્સન ફિટ થઇ ગયો છે અને બાંગ્લાદેશ સામે રમે તેવી સંભાવના છે. વિલિયમ્સનની સાથે ટીમનો અનુભવી ઝડપી બોલર ટિમ સાઉથી પણ ફિટ થઇ ગયો છે.
ન્યૂઝીલેન્ડના કોચ ગેરી સ્ટેડે પુષ્ટી કરી હતી કે બંન્ને ખેલાડીઓ તેમની સર્જરી બાદ સ્વસ્થ થઈ ગયા છે. આઇપીએલ 2023 દરમિયાન વિલિયમ્સનને ઇજા પહોંચી હતી.
વર્લ્ડ કપની પ્રથમ બે મેચમાં ટોમ લાથમે ન્યૂઝીલેન્ડની કેપ્ટનશીપ કરી હતી. બાંગ્લાદેશ સામેની મેચમાં વાપસીની સાથે જ વિલિયમ્સન કેપ્ટનશીપ સંભાળશે. ન્યૂઝીલેન્ડે પ્રથમ મેચ ઈંગ્લેન્ડ સામે અને બીજી નેધરલેન્ડ સામે રમી હતી. ટીમે બંને મેચમાં વિજય મેળવ્યો હતો.
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ