BCCI ના સેન્ટર ઓફ એક્સેલન્સમાં મોટા ફેરફાર જોવા મળશે, આ પદો ખાલી પડ્યા | મુંબઈ સમાચાર

BCCI ના સેન્ટર ઓફ એક્સેલન્સમાં મોટા ફેરફાર જોવા મળશે, આ પદો ખાલી પડ્યા

બેંગલુરુ: બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા (BCCI)ના બેંગલુરુ સ્થિત સેન્ટર ઓફ એક્સેલન્સ(COE)માં અગામી સમયમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. છેલ્લા કેટલાક સમયમાં કોચિંગ વિભાગમાં ઘણા રાજીનામાં આપવામાં આવ્યા હતાં. COEના વડા વીવીએસ લક્ષ્મણનો કાર્યકાળ પણ આ વર્ષના અંતમાં પૂરો થઇ રહ્યો છે, તેઓ કરાર લંબાવવા ઈચ્છતા નથી. BCCI એ COEમાં બેટિંગ, બોલિંગ, મેડિસિન અને સ્પોર્ટ્સ સાયન્સમાં ટોચના પદો માટે અરજીઓ મંગાવી છે.

આ જગ્યાઓ ખાલી પડી:

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર અને બોલિંગ કોચ કુલીનો BCCI સાથેનો 3 વર્ષનો કરાર સમાપ્ત થઈ ગયો છે. મેડિકલ ટીમના હેડ નીતિન પટેલે માર્ચમાં રાજીનામું આપ્યું હતું. સ્પિન બોલિંગ કોચ સાઈરાજ બહુતુલે IPL ટીમ રાજસ્થાન રોયલ્સ સાથે જોડતા COEનું પદ છોડી દીધું હતું. જાન્યુઆરી 2025 માં સીતાંશુ કોટક ભારતની રાષ્ટ્રીય ટીમના બેટિંગ કોચ બનતા COE છોડી દીધું હતું. જેને કારણે મહત્વની જગ્યાઓ ખાલી પડી છે.

COEના વડા તરીકે વીવીએસ લક્ષ્મણ કાર્યકાળ આ વર્ષના અંતમાં સમાપ્ત થવાનો છે, તેમના કાર્યકાળ લંબાવવાની શક્યતા ઓછી છે. જો કે BCCI તેમને ODI વર્લ્ડ કપ 2027 સુધી તેમના પદ પર રહેવા માટે વિનંતી કરી શકે છે.

BCCIએ ભરતી બહાર પાડી;

ગઈ કાલે ગુરુવારે BCCIએ COEના 3 મુખ્ય પદો માટે જાહેરાત આપી છે. બેટિંગ અને બોલિંગ કોચ માટે, ઉમેદવાર ભૂતપૂર્વ ફર્સ્ટ ક્લાસ અથવા આંતરરાષ્ટ્રીય ક્રિકેટર હોવો જરૂરી છે, તેની પાસે BCCI લેવલ 2 અથવા 3 નું કોચિંગ પ્રમાણપત્ર પણ હોવું જોઈએ.

બેટિંગ અને બોલિંગ કોચના ઉમેદવાર પાસે રાજ્ય સ્તરે ઓછામાં ઓછા 5 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. સ્પોર્ટ્સ મેડિસિન હેડના પદ માટે ઉમેદવાર પાસે સ્પોર્ટ્સ સાયન્સ અથવા સંબંધિત વિષયમાં માસ્ટર ડિગ્રી હોવી જરૂરી છે, તેમની પાસે ઓછામાં ઓછો પાંચ વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.

આ પણ વાંચો…ઓવલ ટેસ્ટનો હીરો બન્યો વોક્સ: ખભામાં ઈજા છતાં બેટિંગ કરવા કેમ ઉતર્યો? કર્યો મોટો ખુલાસો

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button