BCCI ગૌતમ ગંભીરની ટિપ્પણીથી નારાજ! T-20 વર્લ્ડ કપને આધારે લેવામાં આવશે નિર્ણય

મુંબઈ: દક્ષિણ આફ્રિકા સામે તાજેતરમાં ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના શરમજનક પ્રદર્શનને કારણે ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરની ટીકા થઇ રહી છે. અહેવાલ મુજબ કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમની પિચ અંગે ગંભીરે કરેલી ટિપ્પણીઓથી BCCI ખુશ નથી.
અહેવાલ મુજબ BCCI ગૌતમ ગંભીર સામે તાત્કાલિક ભાગલા નહીં કેમ કે હાલ બોર્ડ પાસે અન્ય કોઈ વિકલ્પ નથી જે હેડ કોચની જવાબદારી તુરંત સંભાળી શકે છે. આ વર્ષના અંતમાં ટીમના પ્રદર્શનને આધારે BCCI સમીક્ષા કરી શકે છે. આગામી વર્ષે ફેબ્રુઆરીમાં ભારતમાં રમાનારા T-20 વર્લ્ડ કપમાં જો ભારતીય ટીમ ખરાબ પ્રદર્શન કરશે, તો BCCI ગંભીરના ભવિષ્ય અંગે નિર્ણય લઇ શકે છે.
અહેવાલ મુજબ ગંભીરે ઇડન ગાર્ડન્સમાં કાળી માટી વાળી પિચ માટે જાહેરમાં સમર્થન આપ્યું હતું, જેનાથી બોર્ડ નારાજ છે. નોંધનીય છે કે પહેલી ટેસ્ટની ચોથી ઇનિંગમાં ભારતીય ટીમ માત્ર 93 રનમાં જ ઓલઆઉટ થઇ ગઈ હતી અને મેચ 30 રનથી હારી ગઈ હતી. ટર્નિંગ પિચ ભારતીય બેટર્સ માટે મુશ્કેલ સાબિત થઈ હતી.
ગંભીરે શું કહ્યું હતું?
કોલકાતા ટેસ્ટમાં હાર બાદ હેડ કોચ ગંભીરે કહ્યું કે પીચ ટીમની વિનંતી મુજબ રહી હતી. તેમણે કહ્યું.”આ અમને જોઈતી હતી એવી જ પિચ છે. પિચ ક્યુરેટર ખૂબ જ મદદરૂપ રહ્યા હતા. અમે જે ઇચ્છતા હતા એ અમને મળ્યું. જ્યારે તમે સારું નથી રમતા, ત્યારે આવું બની શકે છે.”
BCCI સમીક્ષા કરશે:
ગંભીરની આ ટિપ્પણીઓને કારણે BCCI નારાજ છે. BCCI ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમની પડતીના કારણોની સમીક્ષા કરે કરશે, જેમાં ગંભીર અને મુખ્ય સિલેકટર અજિત અગરકર પર પણ નજર હેઠળ હશે. જો કે બોર્ડ ઉતાવળમાં કોઈ ફેરફારો નહીં કરે.
આ પણ વાંચો…ટેસ્ટ મૅચની ટીમમાં લાઇનબંધ ઑલરાઉન્ડરો રખાય જ નહીંઃ મદન લાલ



