રોહિત બાદ ગિલને નહીં આ ખેલાડીને મળશે ODI કેપ્ટનશીપ! ટૂંક સમયમાં થશે જાહેરાત | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

રોહિત બાદ ગિલને નહીં આ ખેલાડીને મળશે ODI કેપ્ટનશીપ! ટૂંક સમયમાં થશે જાહેરાત

મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના સૌથી સિનીયર ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલીની ODIમાંથી નિવૃત્તિ અંગે અટકળો ઘણા લાંબા સમયથી ચાલી રહી છે. ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન બંને ખેલાડીઓ નિવૃત્તિ જાહેર કરી શકે છે. એ પહેલા BCCIના સિલેકટર્સ ODI ટીમ માટે નવા કેપ્ટનના નામ પર ચર્ચા કરી (New Indian Cricket Team ODI captain)રહ્યા છે.

શુભમન ગિલ નહીં બને ODI કેપ્ટન:

છેલ્લા કેટલાક દિવસોથી અહેવાલ હતાં કે રોહિત બાદ શુભમન ગિલ(Shubhman Gill)ને ODI કેપ્ટનશીપ મળી શકે છે. ગિલે તાજેતરમાં ટેસ્ટમાં ટીમની કેપ્ટનશીપ સંભાળી છે. તાજેતરમાં એશિયા કપ 2025 T20I માટે જાહેર કરવામાં આવેલી ટીમમાં ગિલને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે, તે T20 ફોર્મેટમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવને સાથ આપશે. જ્યારે એશિયા કપ માટેની ટીમમાં શ્રેયસ ઐયર(Shreyas Iyer)ને સ્થાન આપવામાં આવ્યું ન હતું. ત્યારે ગિલ નવા ODI કેપ્ટનની રેસમાં આગળ દેખાતો હતો.

આ ખેલાડી કરશે ODIમાં ટીમની આગેવાની:

અહેવાલ મુજબ BCCI શુભમન ગિલનો વર્ક લોડ મેનેજ કરવા માટે ODI કેપ્ટનશીપની જવાબદારી નહીં સોંપે, જેને કારણે 30 વર્ષીય શ્રેયસને કેપ્ટન બનાવવામાં આવી શકે છે.

જો કે BCCIના સિલેક્ટર્સે હજુ સુધી કોઈ સત્તાવાર નિર્ણય લીધો નથી, પરંતુ અહેવાલ મુજબ શ્રેયસ ઐયરને વર્ષ ODI વર્લ્ડ કપ 2027ને ધ્યાનમાં રાખીને કેપ્ટન બનાવવામાં આવી શકે છે. એશિયા કપ 2025 બાદ ભારતની ODI ટીમ અંગે મોટા નિર્ણય લેવામાં આવી શકે છે.

શ્રેયસ IPLમાં સફળ કેપ્ટન:

શ્રેયસ ઇન્ડિયન પ્રીમીયમ લીગ(IPL)માં સફળ કેપ્ટન રહ્યો છે, તે ત્રણ ટીમોની આગેવાની કરી ચુક્યો છે. IPL 2020માં શ્રેયસની કેપ્ટનશીપ હેઠળ દિલ્હી કેપિટલ્સ ફાઈનલમાં પહોંચી હતી. તેણે 2022 થી 2024 સુધી કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની કેપ્ટનશીપ કરી અને IPL 2024 માં KKRને ચેમ્પિયન બનાવી. IPL 2025માં શ્રેયસની આગેવાની હેઠળ પંજાબ કિંગ્સે શાનદાર પ્રદર્શન કર્યું અને ટીમ ફાઇનલમાં પહોંચી હતી.

ODIમાં શ્રેયસનું પ્રદર્શન:

શ્રેયસ ઇન્ડિયન ક્રિકેટ ટીમનો વિશ્વસનીય બેટર છે, તે 70 વનડે મેચમાં 48.22 ની સરેરાશથી 2,845 રન બનાવી ચુક્યો છે, જેમાં પાંચ સદીનો સમાવેશ થાય છે. આ વર્ષે ટીમને ચેમ્પિયન ટ્રોફી ટાઇટલ જીતાડવામાં પણ શ્રેયસે મહત્વની ભૂમિકા ભજવી હતી, તેણે પાંચ મેચમાં 243 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો…ICCએ ODI રેન્કિંગમાંથી રોહિત અને કોહલીનું નામ હટાવ્યું! નિવૃત્તિની અટકળોને વેગ મળ્યો

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button