મેબર્સ સાથે ચર્ચા વગર જ BCCIએ મુસ્તફિઝુરને IPLમાંથી હટાવ્યો! અહેવાલમાં ઘટસ્ફોટ

મુંબઈ: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માટેની હરાજીમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને 9.20 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. હાલમાં બાંગ્લાદેશમાં રાજકીય હિંસા દરમિયાન હિંદુ લોકોને નિશાન બનાવવામાં આવતા, ભારતીયોમાં વ્યાપેલા રોષને કારણે BCCIએ મુસ્તફિઝુરની IPLમાંથી હકાલપટ્ટી કરી હતી. એવામાં અહેવાલ છે કે મુસ્તફિઝુરને હટાવવાનો નિર્ણય બોર્ડનાં મેમ્બર્સ સાથે ચર્ચા કર્યા વગર જ લેવામાં આવ્યો હતો.
એક અહેવાલમાં BCCIના સુત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું છે, બોર્ડે કોઈ બેઠક યોજી ન હતી, અને મુસ્તફિઝુરને હટાવવા અંગે કોઈ ચર્ચા થઈ ન હતી.
3 જાન્યુઆરીના રોજ, BCCI સચિવ દેવજીત સૈકિયાએ પત્રકારો સાથે કરતા પુષ્ટિ આપી હતી કે મુસ્તફિઝુરને ટીમમાંથી મુક્ત કરવા બોર્ડે KKR ને આદેશ આપ્યો છે. દેવજીત સૈકિયા જણાવ્યું હતું કે તાજેતરના ઘટનાક્રમને ધ્યાનમાં ર્કાહીને BCCIએ KKRને બાંગ્લાદેશના મુસ્તફિઝુર રહેમાનને તેમની ટીમમાંથી મુક્ત કરવાનો નિર્દેશ આપ્યો છે.
બોર્ડના સભ્યોને મીડિયા દ્વારા જાણ થઇ:
અગ્રેજી ભાષાના એક પ્રમુખ અખબારે BCCIમાં તેના સુત્રોને ટાંકીને લખ્યું કે રહેમાનને મુક્ત કરવા માટે KKRને આદેશ આપવા માટેનો નિર્ણય લેવા માટે BCCI અને IPL ગવર્નિંગ કાઉન્સિલના બધા સભ્યો સાથે સલાહ લેવામાં આવી ન હતી. બોર્ડના ઉચ્ચ પદાધિકારીઓએ જ આ નિર્ણય લઇ લીધો હતો.
BCCIના એક અધિકારીએ જણાવ્યું કે તેમને પોતે પણ મીડિયા દ્વારા આ અંગે ખબર પડી.
BCCIના નિર્ણયની અસર:
BCCIના નિર્ણય બાદ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ ભારતમાં તની ટીમની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને ICC મેન્સ T20 વર્લ્ડ કપ માટે ટીમને ભારત મોકલવાનો ઇનકાર કર્યો હતો. BCBએ ICCને પત્ર લખીને બાંગ્લાદેશના મેચો ભારતથી શ્રીલંકામાં ખસેડવા અપીલ કરી છે.
આ પણ વાંચો…મુસ્તફિઝુર 9.20 કરોડ રૂપિયામાં સાઇન થયો અને 18 દિવસમાં આખી રકમ ગુમાવી દીધી



