BCCI માટે IPL બની સોનાની ખાણ! BCCIની રેકોર્ડબ્રેક કમાણીમાં IPLનો સિંહફાળો | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

BCCI માટે IPL બની સોનાની ખાણ! BCCIની રેકોર્ડબ્રેક કમાણીમાં IPLનો સિંહફાળો

મુંબઈ: વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત અને લોકપ્રિય ક્રિકટ લીગ ઇન્ડિયન પ્રિમયર લીગ(IPL) બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા(BCCI)ને જબરી કમાણી કારવાઈ રહી છે. તાજેતરમાં જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ નાણાકીય વર્ષ 2023-24 માટે BCCIએ રેકોર્ડતોડ 9,741.7 કરોડ રૂપિયાની આવક (BCCI revenue) કરી હતી, જેમાં 59 ટકા હિસ્સો ફક્ત IPLથી થયેલી આવકનો જ છે.

એક અહેવાલ મુજબ IPLથી BCCIને 5,761 કરોડ રૂપિયાની કમાણી થઇ હતી. IPL સિવાયના મીડિયા રાઇટ્સમાંથી BCCIને 361 કરોડ રૂપિયાની કમાણી થઇ હતી,જેમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચો અને ટુર્નામેન્ટના બ્રોડકાસ્ટ રાઈટ્સમાંથી થતી આવકનો સમાવેશ થાય છે.

અહેવાલ મુજબ BCCI પાસે લગભગ 30,000 કરોડ રૂપિયાનું રીઝર્વ ફંડ છે, દર વર્ષે તેના વ્યાજ પેટે જ બોર્ડને 1,000 કરોડ રૂપિયા મળે છે. ICC ને મોટા ભાગનું ફંડ BCCI તરફથી મળે છે.

આપણ વાંચો: રોહિતના ફોર્મ પર BCCIને શંકા! સિલેક્ટર્સ શોધી રહ્યા છે વનડે માટે નવો કેપ્ટન

IPL ની સફળતા:

વર્ષ 2007થી શરુ થયેલી IPL ની સફળતા જગજાહેર છે, દર વર્ષે બે મહિના સુધી ચાલતી આ ટુર્નામેન્ટ ક્રિકટ ચાહકો માટે ઉત્સવ જેવી હોય છે. દુનિયાભરના ક્રિકેટરો આ ટુર્નામેન્ટની વિવિધ ટીમોમાં રમતા જોવા મળે છે, જેને કારણે ભારત ઉપરાંત દુનિયાભરમાં આ ટુર્નામેન્ટ જોવામાં આવે છે અને તેની ચર્ચા થતી રહે છે. આ ટુર્નામેન્ટ BCCI માટે આવકનો મહત્વપૂર્ણ સ્ત્રોત તો જ છે, આ ઉપરાંત ઉભરતા ખેલાડીઓને તેમની પ્રતિભા સાબિત કરવા એક પ્લેટફોર્મ બની છે.

આપણ વાંચો: BCCI એ પુરૂષ અને મહિલા ક્રિકેટ ટીમના શેડ્યુલમાં કર્યા ફેરફાર: જાણો કઈ મેચ ક્યાં રમાશે

BCCIની આવક હજુ વધી શકે છે:

વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) અને ગ્લોબલ મીડિયા રાઈટ્સથી પણ BCCIને પણ સારી કમાણી થઇ રહી છે. ક્ષેત્રનાં નિષ્ણાતના જણાવ્યા મુજબ BCCI પાસે રણજી ટ્રોફી, દુલીપ ટ્રોફી અથવા સી કે નાયડુ ટ્રોફીનું વ્યાપારીકરણ કરીને IPL સિવાયની આવક વધારવાની સંભાવના છે. BCCI ભારતની બહાર પણ IPLની બ્રાંચ શરુ કરી શકે છે, કેટલાક દેશોના ક્રિકેટ બોર્ડે રસ દાખવ્યો છે.

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button