IPL 2024સ્પોર્ટસ

વર્લ્ડકપ ભલે હારી ગયા પણ…BCCI અધ્યક્ષે આપી મહત્ત્વની માહિતી…

મુંબઈઃ વર્લ્ડકપ-2023ની ફાઈનલ મેચમાં મળેળો કારમો પરાજય પચાવવાનો પ્રયાસ ટીમ ઈન્ડિયા તો કરી જ રહી છે, પણ એની સાથે સાથે જ ક્રિકેટપ્રેમીઓ પણ કરી રહ્યા છે. 2023નો વર્લ્ડકપ ભલે આપણા હાથમાંથી જતો રહ્યો હોય પણ અન્ય અનેક રેકોર્ડને કારણે આ વર્લ્ડકપ હંમેશા લોકોને યાદ રહેશે. આમાંથી મોટાભાગના રેકોર્ડ ખેલાડીઓએ પીચ પર કર્યા છે તો કેટલાક રેકોર્ડ દર્શકોએ કર્યા છે. હવે તમને થશે કે ભાઈ દર્શકો કઈ રીતે રેકોર્ડ કર્યા છે તો આ રહ્યો તમારા સવાલનો જવાબ.
ડિઝની અને હોટસ્ટાર પર વર્લ્ડકપની મેચે તો અનેક રેકોર્ડ બ્રેક કર્યા જ છે. પણ એની સાથે સાથે ટીવી પર પણ વર્લ્ડકપની મેચે એક અનોખો રેકોર્ડ બ્રેક કર્યો છે. મળી માહિતી મુજબ વર્લ્ડકપની ફાઈનલ મેચ 30 કરોડ લોકોએ ટીવી પર જોઈ હતી અને આવી પરિસ્થિતિમાં આ સૌથી મોટી સ્પોર્ટ્સ ઈવેન્ટ બની ગઈ છે. બીસીસીઆઈના અધ્યક્ષ જય શાહ દ્વારા ટ્વીટ કરીને આ બાબતની માહિતી આપવામાં આવી છે.

બીસીસીઆઈના અધ્યક્ષ જય શાહે આ બાબતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને માહિતી આપી હતી કે 30 કરોડ ક્રિકેટપ્રેમીઓએ વર્લ્ડકપ-2023ની ફાઈનલ મેચ ટીવી પર જોઈ હતી. ભારતીય ટીવી ઈતિહાસમાં કોઈ પણ પ્રકારની સૌથી વધુ જોવાયેલી મેચ છે. સૌથી વધુ 13 કરોડ દર્શકોએ એક સાથે ટીવી પર ફાઈનલ મેચ જોઈ હદી. ડિજિટલમાં આ આંકડો 5.9 કરોડનો છે. આ એક વિશ્વવિક્રમ છે. ભારતીય ક્રિકેટપ્રેમીઓનું અમારી રમત પ્રત્યેનો પ્રેમ જોઈને અમે ગદગદ થઈગયા છીએ. ટીમ ઈન્ડિયાને પીઠબળ આપનારા તમામનો આભાર…

ભારતીય ટીમે સતત 10 મેચ જિતીને વર્લ્ડકપની ફાઈનલમાં પોતાની જગ્યા બનાવી લીધી હતી. ટીમ ઈન્ડિયા જ આ ટ્રોફી ઉપાડશે એવું બધાને લાગતું હતું પરંતુ દુર્ભાગ્યે એવું બની શક્યું નહીં. ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાને છ વિકેટથી હરાવીને છઠ્ઠી વખત ટ્રોફી પોતાના નામે કરી હતી. આ પહેલાં ઓસ્ટ્રેલિયા 1987, 1999, 2003, 2007 અને 2015માં ચેમ્પિયન બન્યું હતું.

સંબંધિત લેખો

Back to top button