રોહિતને કારણે ડ્રેસિંગ રૂમનું કલ્ચર બગડી શકતું હતું! કેપ્ટનશીપ બદલવા અંગે મોટો દાવો

મુંબઈ: આ મહિનાના અંતે શરુ થનારી ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ ODI મેચની સિરીઝ માટે બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા (BCCI)એ શનિવારે ભારતીય ટીમની જાહેરાત કરી હતી, આ દરમિયાન જાહેર કરવામાં આવ્યું કે આ સિરીઝમાં ટીમની કેપ્ટનશીપ રોહિત શર્મા નહીં પણ શુભમન ગિલ કરશે. BCCIના ચીફ સિલેક્ટર અજિત અગરકરના મત મુજબ ત્રણેય ફોર્મેટમાં અલગ અલગ કેપ્ટન રાખવા વ્યવહારિક રીતે અશક્ય છે. એવામાં એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે BCCI ઇચ્છતું ન હતું કે ટીમના કલ્ચરને ખલેલ પહોંચે, એટલે રોહિત પાસેથી કેપ્ટનશીપ છીનવી લેવામાં આવી.
T20I ફોર્મેટમાં ટીમની આગેવાની સૂર્ય કુમાર યાદવ કરી રહ્યો છે. ટેસ્ટ બાદ હવે હવે ODI ટીમની કેપ્ટનશીપ હવે શુભમન ગીલને સોંપવામાં આવી છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓ ઓસ્ટ્રેલિયામાં યુવા ખેલાડી ગિલની કેપ્ટનશીપ હેઠળ રમશે.એક અખબારી અહેવાલ મુજબ સિલેક્ટર્સ ઇચ્છતા ન હતા કે ODI ટીમના ડ્રેસિંગ રૂમાં રોહિત ખેલાડીઓ પર પોતાના મંતવ્યો થોપે, BCCI ને ડર છે કે તેનાથી ટીમના કલ્ચર પર નકારાત્મક અસર પડી શકે છે.
અહેવાલ મુજબ રોહિત શર્મા દિગ્ગજ ખેલાડી છે, જે તે કેપ્ટન રહેશે તો ડ્રેસિંગ રૂમમાં તેના મંતવ્યો ખેલાડીઓ પર અસર કરી શકે છે, જે અન્ય ફોર્મેટમાં પણ રમવાના છે. રોહિત ફક્ત વનડેમાં જ રમી રહ્યો છે, આ ફોર્મેટની મેચ પણ ઓછી રમાય છે, જેથી ટીમના કલ્ચરને ખલેલ પહોંચાડી શકે છે.
યુવા ખેલાડીઓને નેતૃત્વ સોંપવા પર ભાર:
રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને 2027ના ODI વર્લ્ડ કપ સુધી રમશે કે નહીં એ હજુ નક્કી નથી. કોચ ગંભીર અને અગરકર એવું નથી ઈચ્છતા કે કદાચ રોહિત અને વિરાટ બંને વર્લ્ડ કપ પહેલા નિવૃત્તિ જાહેર કરે તો સિનિયર ખેલાડીઓ વગર ટીમમાં નેતૃત્વ ન હોય. જેને કારણે તેઓ ટીમની કામન યુવા ખેલાડીના હાથમાં રહે એવું ઈચ્છે છે.
ગંભીર અંગે દાવો:
અહેવાલમાં એવો પણ ખુલાસો કરવામાં આવ્યો કે હેડ કોચ તરીકે નિયુક્ત થયાના પ્રથમ છ મહિનામાં ગૌતમ ગંભીર સક્રિય નિર્ણયો લેતા ન હતાં. ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સિરીઝ હાર પછી જ તેમણે ટીમના મામલાઓમાં દખલ કરવાનું શરૂ કર્યું હતું.
નોંધનીય છે કે માર્ચમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમને ચેમ્પિયન બનાવવમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. ચેમ્પિયન્સ ટ્રોફી પરફોર્મન્સને કારણે બંનેને પસંદ કરવામાં આવ્યા. આગળ જતાં બંનેને મેરિટ અથવા ફોર્મના આધારે પસંદ કરવામાં આવશે.
આ પણ વાંચો…રોહિત-કોહલીની વનડે ટીમમાં વાપસી અંગે સુનીલ ગાવસ્કરે આપ્યું આશ્ચર્યજનક નિવેદન, શું કહ્યું?