સ્પોર્ટસ

બીસીસીઆઇએ કયા ત્રણ ક્રિકેટરોને કડક શબ્દોમાં ચેતવણી આપી?

મુંબઈ: કોઈ પણ ખેલાડી જો આંતરરાષ્ટ્રીય ટીમમાં ન હોય તો તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં અને ખાસ કરીને રણજી ટ્રોફીની સીઝન ચાલુ હોય તો એમાં રમવું પડે છે. જો આઇપીએલ નજીક આવી રહી હોય તો ખેલાડી એની રાહ જોઈને ન બેસી શકે. તેણે ફૉર્મ ટકાવી રાખવા તેમ જ પોતે ગમે ત્યારે ટીમ ઇન્ડિયામાં સિલેક્ટ થવા માટે ફિટ છે એ સાબિત કરવા ડોમેસ્ટિક મૅચોમાં (પોતાના ક્રિકેટ એસોસિએશન વતી) રમવું જ પડે છે.

જોકે ઇશાન કિશન ઘણા મહિનાઓથી ડોમેસ્ટિકમાં રમવાનું ટાળી રહ્યો છે. હેડ-કોચ રાહુલ દ્રવિડે તેને સલાહ આપી હોવા છતાં તે અકળ કારણસર રણજીમાં રમવાનું ટાળી રહ્યો છે. કૃણાલ પંડ્યા અને દીપક ચાહર પણ રણજીમાં નથી રમી રહ્યા.
બોર્ડ ઑફ ક્ધટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ) ખાસ કરીને ઇશાન કિશન સહિત આ ત્રણેય ક્રિકેટરથી નારાજ છે.

આ ખેલાડીઓ રણજીમાં નથી રહ્યા એ બદલ હવે બીસીસીઆઇ તેમની સાથે કડક હાથે કામ લેવા મક્કમ છે. કહેવાય છે કે ક્રિકેટ બોર્ડે તેમને ઇ-મેઇલ કરીને ચેતવણી આપી છે કે તેમણે રણજી ટ્રોફીની હવે પછી 16મી ફેબ્રુઆરીએ શરૂ થતી મૅચથી કોઈ પણ ભોગે રમવું જ પડશે.

બીસીસીઆઇના એક અધિકારીએ એક મુલાકાતમાં કહ્યું છે કે ‘ખેલાડીઓ માત્ર ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં કે આઇપીએલમાં રમવાની બાબતને અગ્રતા ન આપી શકે. તેમણે ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવું જ પડે અને પોતાના સ્ટેટ એસોસિએશન વતી રમવાની જવાબદારી પૂરી કરવી જ પડે.

ઇશાન કિશન આઇપીએલ માટે વડોદરામાં પ્રૅક્ટિસ કરી રહ્યો છે. ઝારખંડ વતી રણજી ટ્રોફીમાં રમવાનું ટાળવા બદલ તેની ટીકા થઈ રહી છે.

શ્રેયસ ઐયર ફુલ્લી ફિટ છે, પણ નબળા ફૉર્મને કારણે તેને ઇંગ્લૅન્ડ સામેની બાકીની ટેસ્ટ માટેની ટીમમાં નથી લેવામાં આવ્યો. તેણે પણ હવે રણજી ટ્રોફીમાં રમવું પડશે. તે મુંબઈની રણજી ટીમનો ખેલાડી છે અને અજિંક્ય રહાણેના સુકાનમાં મુંબઈની ટીમ હાલમાં એલીટ, ગ્રુપ ‘બી’માં મોખરે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button