IPL 2024સ્પોર્ટસ

હાર બાદ રાજસ્થાનના આ ખેલાડીને BCCIએ દંડ ફટકાર્યો

નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2024ની ક્વોલિફાયર-2 મેચ ગઈ કાલે સાંજે ચેન્નઈમાં રમાઈ હતી. આ મેચમાં રાજસ્થાન રોયલ્સ(RR) સામે સન રાઈઝર્સ હૈદરાબાદ(SRH)એ 39 રનથી જીત મેળવી હતી. આ સાથે રાજસ્થાન ટુર્નામેન્ટમાંથી બહાર થઇ ગઈ છે, ટીમની હાર ઉપરાંત RRના શિમરોન હેટમાયર(Shimron Hetmyer)ને મોટો ઝટકો લાગ્યો છે. તેના પર મેચ ફીના 10 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચ દરમિયાન હેટમાયરે IPLના નિયમો તોડ્યા હતા. આ કારણોસર તેના પર દંડ ફટકારવામાં આવ્યો છે.

એક અહેવાલ અનુસાર, હેટમાયરે લેવલ 1નો ગુનો કર્યો છે, જે આઈપીએલ આચાર સંહિતા હેઠળ કલમ 2.2 નો ભાગ છે. આ કારણે હેટમાયરને મેચ ફીના 10 ટકા દંડ ચૂકવવો પડશે.

જો કે બોર્ડ દ્વારા હજુ સુધી હેટમાયરની ભૂલ અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી. BCCI દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાજસ્થાનના હેટમાયરે પોતાની ભૂલ સ્વીકારી લીધી છે. અહેવાલ મુજબ એવી અટકળો છે કે હેટમાયરે આઉટ થયા બાદ ગુસ્સો કરતા બેટ પછાડ્યું હતું, જેમાં માટે આ સજા ફટકારવામાં આવી છે.

હેટમાયરનું IPL 2024માં નિરાશાજનક પ્રદર્શન રહ્યું છે. તેણે 12 મેચમાં માત્ર 113 રન બનાવ્યા છે. હેટમાયર એક પણ ફિફ્ટી ફટકારી શક્યો ન હતો. હૈદરાબાદ સામેની ક્વોલિફાયર મેચમાં પણ તે કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો. હેટમાયરે હૈદરાબાદ સામે 10 બોલમાં માત્ર 4 રન બનાવ્યા હતા. તેના ખરાબ પ્રદર્શનના કારણે રાજસ્થાનને મહત્વની મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

હેટમાયર પહેલા આઈપીએલ દરમિયાન અન્ય ખેલાડીઓને દંડ ફટકારવામાં આવ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા અને દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંત પર પણ એક-એક મેચનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો