BCCIએ અજીત અગરકર પર ફરી વિશ્વાસ મુક્યો; ચીફ સિલેક્ટર તરીકે તેમનો કાર્યકાળ લંબાવ્યો

મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ફાસ્ટ બોલર અજિત અગરકર હાલ ઇન્ડિયન ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટર છે, વર્ષ 2023થી તેઓ આ પદ પર સેવા આપી રહ્યા છે. હવે બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા(BCCI) એ અગરકરનો કાર્યકાળ (Ajit Agarkar chied selectors period extend) લંબાવ્યો છે.
હજુ મંગળવારે ચીફ સિલેક્ટર અજિત અગરકરની આગેવાની હેઠળની કમિટીએ એશિયા કપ 2025 માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી. અગરકરના ચીફ સિલેક્ટર રહેતા પંસદ કરવામાં આવેલી ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. હવે BCCIએ તેમનો કાર્યકાળ લંબાવ્યો છે.
અહેવાલ મુજબ અગરકરનો કોન્ટ્રાક્ટ IPL 2025 પહેલા રિન્યુ કરવામાં આવ્યો હતો. BCCIના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે અગરકરનો કાર્યકાળ જૂન 2026 સુધી લંબાવવામાં આવ્યો છે અને તેમણે થોડા મહિના પહેલા આ ઓફર સ્વીકારી લીધી હતી.
આપણ વાંચો: ટીમ ઇન્ડિયાના ભવિષ્ય માટે ગૌતમ ગંભીરનો માસ્ટર પ્લાન! ખાલી સમય દમિયાન કરશે આ કામ
અગરકરના કાર્યકાળ દરમિયાન ટીમનું શાનદાર પ્રદર્શન:
અગરકરે જુલાઈ 2023 માં ચીફ સિલેક્ટર તરીકેની જવાબદારી સંભાળી હતી, તેમના કાર્યકાળ દરમિયાન ભારતીય ટીમ ODI વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં પહોંચી હતી. ત્યાર બાદ ટીમ T20 વર્લ્ડ કપ 2024માં ચેમ્પિયન બની. વર્ષ 2025 માં ઇન્ડિયન ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ચેમ્પિયન બની.
હાલમાં સિલેક્ટર્સ કમિટીમાં હાલ અગરકર ઉપરાંત એસ.એસ. દાસ, સુબ્રતો બેનર્જી, અજય રાત્રા અને એસ. શરથ છે. સપ્ટેમ્બરમાં યોજાનારી વાર્ષિક જનરલ મિટિંગમાં આ કમિટીમાં ફેરફાર થઈ શકે છે.