ટેસ્ટ નિરાશાજનક પ્રદર્શનનો હિસાબ માંડવા BCCIએ બેઠક બોલાવી, મોટા ફેરફારોના સંકેત!

રાયપુર: દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાં નિરાશાજનક પ્રદર્શન બદલ ભારતીય ટીમની ટીકા કરવામાં આવી રહી છે, ખાસ કરીને હેડ કોચ ગૌતમ ગંભીર અને ચીફ સિલેક્ટર અજિત અગરકર ક્રિકેટ ચાહકોના નિશાના પર છે. બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડીયા(BCCI)ના કારણો હારના કારણોની સમીક્ષા કરી રહ્યું છે. એવામાં BCCIએ એક ઈમરજન્સી બેઠક બોલાવી છે.
દક્ષિણ આફ્રિકા સામે રાયપુરના રમાનારી બીજી ODI મેચ પહેલા, BCCIએ ગૌતમ ગંભીર, અજિત અગરકર અને બોર્ડના કેટલાક ટોચના અધિકારીઓ સાથે બેઠક બોલાવી છે. આ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવી શકે છે.
અહેવાલ મુજબ, BCCI સેક્રેટરી દેવજીત સૈકિયા, જોઈન્ટ સેક્રેટરી પ્રભતેજ સિંહ ભાટિયા, ગંભીર અને સેલેક્ટર્સ કમિટીના અધ્યક્ષ અજિત અગરકર બેઠકમાં હાજર રહેશે. BCCIના નવા વડા મિથુન મનહાસ આ બેઠકમાં હાજર રહેશે કે નહીં એ હજુ સ્પષ્ટ થઇ શક્યું નથી. જો કે વિરાટ કોહલી, રોહિત શર્મા અથવા ટીમના અન્ય ખેલાડીને બેઠકમાં બોલાવવામાં આવ્યા નથી.
આપણ વાચો: ટેસ્ટ મૅચની ટીમમાં લાઇનબંધ ઑલરાઉન્ડરો રખાય જ નહીંઃ મદન લાલ
આ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર થશે ચર્ચા:
BCCIના એક અધિકારીને ટાંકીને અહેવાલમાં જણાવવામાં આવ્યું કે ટીમ સિલેકશન સુસંગત બને અને ભવિષ્યની યોજનાઓ પર સ્પષ્ટતા થાય એ માટે આ બેઠક બોલાવવામાં આવી છે.
અહેવાલ મુજબ બેઠકમાં હાલમાં રમયેલી મેચોમાં ટીમની નિષફળ રહેલી રણનીતિ, મેનેજમેન્ટ અને ખેલાડીઓ વચ્ચે વાતચીતનો અભાવ અને ટીમની લાંબા ગાળાની યોજનાઓને મજબૂત બનાવવા અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે.
બેઠક દમિયાન મેનેજમેન્ટ, સિલેક્ટર્સ કમિટી અને સિનિયર ખેલાડીઓ વચ્ચે કેટલાક મતભેદો દુર કરવાનો પ્રયાસ પણ કરવામાં આવશે. ટીમમાં વિરાટ અને રોહિતની ભૂમિકા અંગે પણ ચર્ચા કરવામાં આવશે.



