સ્પોર્ટસ

BCCIએ દુલીપ ટ્રોફીના બીજા રાઉન્ડ માટે જાહેર કરી ટીમો…

મયંક અગ્રવાલ બન્યો ઈન્ડિયા એનો કેપ્ટન

મુંબઈઃ દુલીપ ટ્રોફી 2024ના બીજા રાઉન્ડ માટે મંગળવારે ચારેય ટીમોની જાહેરાત કરવામાં આવી હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (બીસીસીઆઇ) 12 સપ્ટેમ્બરથી અનંતપુરમાં શરૂ થનારી મેચો માટે ટીમની જાહેરાત કરી છે. આગામી મેચો માટે ઈન્ડિયા-એ, ઈન્ડિયા-બી અને ઈન્ડિયા-ડીની ટીમોમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. જ્યારે ઈન્ડિયા સી ટીમમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી.

આ પણ વાંચો : ઋષભ પંત માટે હવે સૌરવ ગાંગુલીએ આપ્યું મહત્ત્વનું નિવેદન, સર્વશ્રેષ્ઠ ખેલાડી પણ…

ભારત-એના કેપ્ટન શુભમન ગિલ, કેએલ રાહુલ, ધ્રુવ જુરેલ, કુલદીપ યાદવ અને આકાશ દીપનો બાંગ્લાદેશ સામેની આગામી ટેસ્ટ શ્રેણી માટે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. હવે આ ખેલાડીઓ 19 સપ્ટેમ્બરથી શરૂ થનારી ટેસ્ટ મેચની તૈયારી શરૂ કરશે.

પસંદગીકારોએ ગિલના સ્થાને પ્રથમ સિંહ (રેલવે), કેએલ રાહુલના સ્થાને અક્ષય વાડકર (વિદર્ભ) અને ધ્રુવ જુરેલના સ્થાને એસકે રાશિદ (આંધ્રપ્રદેશ)નો સમાવેશ કર્યો છે. ટીમમાં કુલદીપનું સ્થાન લેફ્ટ આર્મ સ્પિનર શમ્સ મુલાની લેશે જ્યારે આકિબ ખાન (યુપીસીએ) આકાશ દીપની જગ્યાએ ટીમમાં સામેલ થશે. આ સાથે જ મયંક અગ્રવાલને ઈન્ડિયા-એનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

ઈન્ડિયા બીના યશસ્વી જયસ્વાલ અને ઋષભ પંતનો ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમની જગ્યાએ પસંદગીકારોએ અનુક્રમે સુયશ પ્રભુદેસાઈ અને રિંકુ સિંહને ટીમનો ભાગ બનાવ્યા છે.

ફાસ્ટ બોલર યશ દયાલને પ્રથમ વખત રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મળ્યું છે. સરફરાઝ ખાનનો પણ ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જો કે તે બીજા રાઉન્ડની મેચમાં રમશે. દયાલના સ્થાને હિમાંશુ મંત્રી (મધ્ય પ્રદેશ ક્રિકેટ એસોસિએશન)ને ઈન્ડિયા-બીમાં સામેલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ટેસ્ટ ટીમ જાહેર: કોણે કર્યું કમબૅક અને કોને મળ્યો મોકો?

બીજા રાઉન્ડ માટે ભારતીય ટીમમાં પણ એક ફેરફાર કરવામાં આવ્યો છે. આગામી ટેસ્ટ માટે અક્ષર પટેલની ટીમ ઈન્ડિયામાં પસંદગી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં ભારતના સ્ટાર ઓલરાઉન્ડરના સ્થાને હરિયાણાના નિશાંત સિંધુની પસંદગી કરવામાં આવી છે. તુષાર દેશપાંડે ઈજાના કારણે બીજા રાઉન્ડમાંથી બહાર થઈ ગયો છે અને તેના સ્થાને ભારત-એમાં વિદ્વાથ કાવરપ્પાનો સમાવેશ કરાયો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button