સ્પોર્ટસ

ગંભીર પાસેથી કોચિંગનો હોદ્દો પાછો લઈ લેવાશે? બીસીસીઆઇમાંથી વધુ એક ખુલાસો પણ આવી ગયો…

નવી દિલ્હીઃ છેલ્લા એક વર્ષમાં ભારતીય ક્રિકેટરોનો ટેસ્ટમાં પર્ફોર્મન્સ બહુ ખરાબ રહ્યો હોવાથી હેડ-કોચ ગૌતમ ગંભીર (Gautam Gambhir) પાસેથી ટેસ્ટ-ટીમના કોચિંગ (Coaching)ની જવાબદારી પાછી લઈ લેવામાં આવશે એવી થોડા દિવસથી જે અફવા ઊડી છે એને બીસીસીઆઇના સેક્રેટરી દેવજિત સૈકિયાએ ખોટી ગણાવી ત્યાર પછી હવે ઉપ-પ્રમુખ રાજીવ શુક્લાએ પણ આ વિષયમાં સ્પષ્ટતા કરી દીધી છે.

શુક્લા (Shukla)એ કહ્યું છે કે ગૌતમ ગંભીરને હેડ-કોચના પદ પરથી નહીં હટાવાય. તેમણે એક જાણીતી સમાચાર સંસ્થાને જણાવ્યું છે કે ` ગંભીરને ટેસ્ટ ટીમના કોચના હોદ્દા પરથી હટાવવામાં આવશે એવી મીડિયામાં જે અફવા ફેલાઈ છે એના પર હું સ્પષ્ટતા કરી દેવા માગું છું કે ગંભીરને આ પદ પરથી નહીં હટાવાય.’

BCCI

સૈકિયાએ બે દિવસ પહેલાં કહ્યું હતું કે ગંભીરને ટેસ્ટ ટીમના કોચના સ્થાનેથી હટાવીને અન્ય કોઈને એ જવાબદારી સોંપવાની બીસીસીઆઇની કોઈ યોજના નથી.’

હાલમાં તો ટીમ ઇન્ડિયા મિશ્ર દેખાવ સાથે આગળ વધી રહી છે. ટેસ્ટમાં પર્ફોર્મન્સ સારો નથી, પણ ટી-20 તથા વન-ડેમાં ખેલાડીઓ સારું રમી રહ્યા છે અને હવે સૌની નજર 11મી જાન્યુઆરીએ ઘરઆંગણે ન્યૂ ઝીલૅન્ડ સામે શરૂ થનારી વન-ડે સિરીઝ પર છે. ફેબ્રુઆરીમાં ઘરઆંગણે ટી-20નો વર્લ્ડ કપ રમાવાનો છે.

આ પણ વાંચો…કપિલ દેવની ચર્ચાસ્પદ ટિપ્પણી,` ગૌતમ ગંભીર કોચ નહીં, પણ મૅનેજર કહેવાય’

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button